ભારતમાં ઘટતો જન્મદર: ધિમી ગતીનું રાષ્ટ્રીય સંકટ
ઘટતી પ્રજનનદરથી જનસાંખ્યિક જોખમ; તાત્કાલિક પગલાંની જરૂર
ભારતમાં ઘટતા જન્મ દરની સ્થિતિ
ભારતમાં ઘટતા જન્મ દરની સ્થિતિ
ડિસેમ્બર 2024માં ભારતીય સરકારે ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે ભારતનો કુલ પ્રજનન દર (TFR) 2.0 પર પહોંચ્યો છે (NFHS-5, 2019–21 અનુસાર). આ આંકડો રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ 2000 અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017ના લક્ષ્યાંક (2.1) સાથે સુસંગત હતો.
પરંતુ થોડા જ મહિનામાં "યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)" એ ચોંકાવનારી હકીકત દર્શાવી — ભારતનો જન્મદર વધુ ઘટીને દર સ્ત્રી દીઠ 1.9 જન્મ રહ્યો છે, જે પ્રજનન-સ્થાનાપન સ્તર કરતાં નીચે છે.
વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ હોવા છતાં (2025માં અંદાજે 1.46 અબજ), આ ઘટતો દર ભારત માટે ગંભીર સામાજિક અને આર્થિક પડકાર બની શકે છે.
ઘટાડાનો ક્રમ1960માં એક સ્ત્રી સરેરાશ 5 સંતાનો જન્માવતી હતી. 2015 સુધીમાં આ આંકડો ઘટીને 2.45 થયો અને હવે 1.9 પર આવી ગયો છે. “નાનું કુટુંબ” જે કદી વિકાસનું સૂત્ર માનવામાં આવતું, આજે શહેરો સાથે ગામડાંઓમાં પણ ઊંડે ઊતર્યું છે.
આ ઘટાડાના મુખ્ય કારણો છે:
સ્ત્રી સાક્ષરતા અને રોજગારમાં વધારો, જેના કારણે માતૃત્વ મોડું કે મર્યાદિત થયું.
શહેરિકરણ અને આર્થિક દબાણ, જ્યાં બાળકો ઉછેરવાનો ખર્ચ વધ્યો છે.
લગ્ન અને સંતાન અંગે માનસિકતા બદલાવ, મોડું લગ્ન, ઓછી સંતાન સંખ્યા કે સંતાન ન હોવાનો નિર્ણય.
આરોગ્ય સંબંધિત પરિબળો, પુરુષ-સ્ત્રી બંનેમાં વધતી વંધ્યત્વની સમસ્યા.
દક્ષિણ રાજ્યોએ વર્ષો પહેલાં જ સ્થાનાપન સ્તર હાંસલ કર્યું, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ હજુ ઊંચો જન્મદર ધરાવે છે. છતાં, દક્ષિણનો નમૂનો ઝડપથી ઉત્તર તરફ ફેલાઈ રહ્યો છે. ગોવા અને ઉત્તરાખંડમાં તો કેટલાક શાળાઓ ઘટતી પ્રવેશ સંખ્યા કારણે બંધ થઈ ગઈ છે.
આગળ શું?સ્થાનાપન સ્તર કરતાં ઓછો TFRનો અર્થ એ છે કે ભવિષ્યમાં ભારતને કામકાજી વસ્તીને બદલી શકનાર યુવાનો ઓછા મળશે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે કદી વૃદ્ધિનું શક્તિશાળી એંધાણ હતું, હવે આર્થિક ભારમાં ફેરવાઈ શકે છે, કારણ કે ઓછી કાર્યક્ષમ વસ્તીને વધતી વયસ્ક વસ્તીનું ભારણ સહન કરવું પડશે.
RSS પ્રમુખ મોહન ભાગવતે ચેતવણી આપી કે “જેઓની જન્મદર ત્રણ કરતાં નીચે જાય છે, તે સમુદાયો લુપ્ત થઈ જાય છે.” તેમનો આ હૂંકાર કદાચ તીવ્ર લાગે, પરંતુ નિષ્ણાતો માનતા છે કે અતિશય ઘટેલો જન્મદર સમાજને નબળો પાડે છે.
ઉપાય અને ઉકેલભારતે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે:
પરિવાર અનુકૂળ પ્રોત્સાહન
કર છૂટ, બાળ ઉછેર સહાય અને પ્રસૂતિ-પિતૃત્વ લાભ વધારવા.
વર્ક-લાઇફ બેલેન્સ નીતિઓ
લવચીક કાર્ય કલાકો, પેરેન્ટલ લિવ અને ઘરેથી કામની સુવિધા.
આરોગ્ય ક્ષેત્રમાં સુધારો
વંધ્યત્વ માટે સસ્તી સારવાર અને જાગૃતિ અભિયાન.
રોજગાર અને શિક્ષણ સુસંગતતા
યુવાનો માટે વધુ રોજગાર અને કુશળતા વિકાસ યોજનાઓ.
સાંસ્કૃતિક જાગૃતિ
સંતાનનું મહત્વ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ રાષ્ટ્રના ભવિષ્ય સાથે જોડાયેલું હોવું જોઈએ.
ભારત માટે જન્મદરનો આ ઘટાડો માત્ર આંકડાઓની વાત નથી — તે ભવિષ્યના સમાજ અને અર્થતંત્રના સ્વરૂપની વાર્તા છે. આવતા દાયકાઓમાં ભારત વૃદ્ધિનો લાભ લેશે કે વૃદ્ધાવસ્થાનું ભારણ સહન કરશે, તે આજના નિર્ણયો પર આધાર રાખે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું