પુટિનની ચેતવણી યુરોપ સામે યુદ્ધ માટે તૈયાર
પુટિનનો કડક સંદેશ: યુરોપ પહેલો હુમલો કરશે તો રશિયા ઇંટનો જવાબ પથ્થરથી આપશે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને મોસ્કોમાં એક મહત્વપૂર્ણ મંચ પરથી યુરોપને સૌથી સીધી અને કડક ચેતવણી આપી છે. પુટિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “યુરોપ યુદ્ધ શરૂ કરે તો રશિયા વળતા જવાબ માટે તૈયાર છે.” તેમણે ઉમેર્યું કે રશિયાની ઈચ્છા યુદ્ધ શરૂ કરવાની નથી, પરંતુ જો યુરોપ પ્રથમ હુમલો કરશે તો મોસ્કો ખુલ્લો અને ઝડપી પ્રતિસાદ આપશે.
આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ પ્રતિનિધાન સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નર મોસ્કોમાં ઉચ્ચસ્તરીય શાંતિ વાટાઘાટો માટે પહોંચ્યા છે. યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા નવા રાજનૈતિક પ્રયાસો તેજ કરી રહ્યું છે, જ્યારે પુટિનનો આરોપ છે કે યુરોપ વાટાઘાટોમાં રોડા નાંખ રહ્યું છે.
પુટિનનો દાવો છે કે કેટલાક યુરોપીય દેશો અમેરિકાની શાંતિ પ્રસ્તાવમાં અનુચિત ફેરફારો કરીને સંપૂર્ણ પ્રક્રિયા અવરોધિત કરવા માંગે છે. તેમના જણાવ્યા મુજબ યુરોપ પાસે “શાંતિનો એજન્ડા નથી” અને તેઓ “યુદ્ધની બાજુ” પર ઊભા છે, કારણ કે તેઓ યુક્રેનને મોટા પાયે સૈન્ય સહાય આપી રહ્યા છે.
આ સાથે પુટિને યુક્રેન અને પશ્ચિમના સમર્થનથી રશિયાના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓના આરોપો ફરી ઊચ્ચાર્યા અને ચેતવણી આપી કે રશિયા યુક્રેનને મદદરૂપ બંદરો અને જહાજો પર પ્રતિહિંસા કરી શકે છે.
આ નિવેદન વધુ મહત્વનું છે, કારણ કે થોડા દિવસો પહેલાં જ પુટિને યુરોપ સામે હુમલા કરવાની શક્યતા ને “મૂર્ખામીભરી કલ્પના” ગણાવી હતી. પરંતુ હવે તેમણે જણાવ્યું કે યુરોપ જો તણાવ વધારે તો પરિસ્થિતિ એવી બની શકે છે કે “વાટાઘાટ કરવા કોઈ બાકી નહીં રહે.”
યુરોપમાં, ખાસ કરીને ફ્રાન્સ અને બાલ્ટિક દેશોમાં, રશિયાનું સંભવિત જોખમ ગાઢ થઈ રહ્યું છે—અને કેટલાક દેશો સૈન્ય તૈયારીઓ વધારી રહ્યા છે. બીજી બાજુ, અમેરિકા ઝડપી શાંતિ સોદો લાવવા ઉત્સુક છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં પુટિનની ચેતવણી મોસ્કાની ડિટરન્સ નીતિનું સ્પષ્ટ સંકેત છે—યુરોપે મતો ઊભા કરવા હોય તો કરે, પરંતુ રશિયા “હમણાં જ તૈયાર” છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?