USના 'મોસ્ટ વોન્ટેડ' લિસ્ટમાં સામેલ ગુજ્જુ કોણ??
USમાં પત્નીની હત્યા કરી 2015થી ફરાર ભદ્રેશ પટેલ માટે FBIએ ઇનામની રકમ વધારી,શોધવા કવાયત તેજ

2015થી ફરાર ભદ્રેશ પટેલ માટે FBIએ ઇનામની રકમ

2015થી ફરાર ભદ્રેશ પટેલ માટે FBIએ ઇનામની રકમ
અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ પત્નીની હત્યાના આરોપી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની ધરપકડ માટે ઇનામની રકમમાં ધરખમ વધારો કર્યો છે.
2015થી ફરાર ભદ્રેશ પટેલને પકડવા માટે હવે 1 મિલિયન ડોલર (અંદાજે ₹8.2 કરોડથી વધુ)ના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ આ રકમ 2,50,000 ડોલર હતી.
સમગ્ર ઘટના
મૂળ ભારતીય અને હાલ 35 વર્ષીય ભદ્રેશ પટેલ અમેરિકાના મેરીલેન્ડ સ્થિત હેનોવરમાં એક 'ડોનટ શોપ' (Doughnut Shop) માં પત્ની પલક પટેલ સાથે કામ કરતો હતો.
12 એપ્રિલ, 2015 ની મધ્યરાત્રિએ બંને નાઈટ શિફ્ટમાં હતા, ત્યારે ભદ્રેશ પટેલે કોઈ અજાણ્યા પદાર્થ વડે પલક પર અનેક ઘા કરી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. જે સમયે પલકની હત્યા થઈ ત્યારે તેની ઉંમર માત્ર 21 વર્ષ હતી.
તપાસ અધિકારીઓના મતે, પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી કારણ કે તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. જોકે, ભદ્રેશ આ વાતની વિરુદ્ધ હતો. FBI એજન્ટ જોનાથન શેફરના જણાવ્યા અનુસાર, કદાચ ભદ્રેશને એવું લાગ્યું હશે કે જો પત્ની તેને છોડીને ભારત જતી રહેશે તો તેની બદનામી થશે. હત્યા કર્યા બાદ ભદ્રેશ અત્યંત ઠંડા કલેજે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હત્યા કર્યા બાદ ભદ્રેશ ટેક્સી પકડીને ન્યુ જર્સીની એક હોટલમાં ગયો હતો, જ્યાં તે છેલ્લે જોવા મળ્યો હતો. ત્યારપછી તે ક્યાં ગયો તે રહસ્ય અકબંધ છે. FBIને શંકા છે કે તે અમેરિકામાં તેના દૂરના સંબંધીઓ પાસે છુપાયેલો હોઈ શકે છે અથવા કેનેડાના રસ્તે ભારત ભાગી ગયો હોઈ શકે છે. FBI એ તેને 'ખતરનાક અને ઘાતક' ગુનેગાર જાહેર કર્યો છે.
ભદ્રેશ પટેલ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને સેકન્ડ ડિગ્રી મર્ડર સહિતના અનેક ગંભીર આરોપો છે. FBI એ લોકોને અપીલ કરી છે કે આ વ્યક્તિ વિશે કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?