નેપાળમાં વિરોધ: શું થયું અને હવે કોની સત્તા?
નેપાળમાં શરૂ થયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો અચાનક હિંસક બન્યા
નેપાળમાં વિરોધ
નેપાળમાં વિરોધ
નેપાળમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શરૂઆતમાં, સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ માત્ર 24 કલાકમાં જ અજાણ્યા સશસ્ત્ર લોકો પ્રદર્શનમાં ઘૂસી ગયા, અને પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આ સશસ્ત્ર લોકોએ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો, બેંકો અને ઔદ્યોગિક સંસ્થાઓ પર હુમલા કર્યા.
પૂર્વ વડાપ્રધાનની પત્નીનું ઘરમાં આગતા મૃત્યુ
પ્રદર્શનકારીઓએ નેપાળી રાષ્ટ્રપતિનો આવાસ, સંસદ, સુપ્રીમ કોર્ટ અને વડાપ્રધાન કાર્યાલયમાં પણ આગ લગાડી. આ હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે અનેક મંત્રીઓના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા અને કેટલાક મંત્રીઓને રસ્તા પર માર મારવામાં આવ્યો. એક ચોંકાવનારી ઘટનામાં, નાણા મંત્રીને છાતીમાં લાત મારવામાં આવી, જ્યારે પૂર્વ વડાપ્રધાનની પત્નીનું તેમના ઘરમાં આગ લાગવાથી મૃત્યુ થયું.
સત્તા પરિવર્તન: બાંગ્લાદેશ જેવું મોડેલ
સ્થિતિ વણસતા, વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સેના પાસે મદદ માંગી, પરંતુ સેનાએ શરૂઆતમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો. આ પછી, ઓલીએ રાજીનામું આપવું પડ્યું અને તેઓ હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળે રવાના થઈ ગયા. નિષ્ણાતોનું માનવું છે કે, આ અરાજકતા કેટલાક જૂથો અને રાજકીય નેતાઓ દ્વારા ઉશ્કેરવામાં આવી રહી છે, જેઓ આ વાતાવરણનો લાભ લઈને સત્તા પરિવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં, નેપાળમાં સેનાએ નિયંત્રણ મેળવી લીધું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટના સત્તા પરિવર્તનનું બાંગ્લાદેશ જેવું મોડેલ હોઈ શકે છે, જ્યાં સામાજિક અસંતોષના બહાને સરકારને પદભ્રષ્ટ કરવામાં આવે છે.
ભારત પર અસર અને સરહદીય તણાવ
નેપાળમાં ચાલી રહેલી હિંસાની અસર ભારતીય સરહદ સુધી પહોંચી છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળી વિસ્તારો દાર્ચુલા અને બૈતાડીમાં પણ વિરોધ પ્રદર્શનો થયા. દાર્ચુલામાં વિરોધકર્તાઓએ કોંગ્રેસ અને એમાલેના કાર્યાલયોમાં તોડફોડ કરી અને આગ પણ ચાંપી કરી. જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો.
પોલીસ ટીમ વિરોધકર્તાઓને રોકવામાં લાચાર સાબિત
નેપાળી પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમ વિરોધકર્તાઓને રોકવામાં લાચાર સાબિત થઈ. બૈતાડીના સાહિલેક બજારમાં પણ સોશિયલ મીડિયા પરના પ્રતિબંધનો વિરોધ થયો, જ્યાં દુકાનો બંધ કરાવવામાં આવી અને સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરતા સરઘસ કાઢવામાં આવ્યા. આ હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે ભારતીય સરહદ પર પણ સતર્કતા વધારવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.