પેન્ટાગોન જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચશે
ટ્રમ્પ અને મર્ઝ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
US Withdraw 5000 Troops From Germany: અમેરિકા અને જર્મની વચ્ચેના દાયકાઓ જૂના લશ્કરી અને રાજદ્વારી સંબંધોમાં અત્યારે ગંભીર તણાવ જોવા મળી રહ્યો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (પેન્ટાગોન) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ જર્મનીમાં તૈનાત તેમના લશ્કરી દળોમાંથી 5,000 સૈનિકોને પાછા ખેંચી લેશે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને નાટોની ભૂમિકાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે વધતા જતા મતભેદોને આ નિર્ણયનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
ઈરાન યુદ્ધ અને વ્યૂહરચના પર ઉગ્ર વિવાદ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ઈરાન સામેના યુદ્ધ બાબતે અમેરિકાની આકરી ટીકા કરી હતી. મર્ઝે અમેરિકાની વ્યૂહરચના પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ઈરાન સામેના આ સંઘર્ષમાં અમેરિકાને અપમાનનો સામનો કરવો પડ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા પાસે કોઈ સ્પષ્ટ વ્યૂહરચના નથી, જ્યારે બીજી તરફ ઈરાન શાંતિ મંત્રણાના નામે અત્યંત ચાલાકીપૂર્વક રમી રહ્યું છે. આ ટીકાનો જવાબ આપવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સહેજ પણ વિલંબ કર્યો નહોતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચાન્સેલર મર્ઝના નેતૃત્વને "ખૂબ જ નબળું" ગણાવ્યું હતું. ટ્રમ્પે આક્ષેપ કર્યો કે મર્ઝના શાસન હેઠળ જર્મની અત્યારે ઇમિગ્રેશન અને ઉર્જા કટોકટી જેવી ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલું છે. વધુમાં, ટ્રમ્પે મર્ઝ પર ઈરાનના પરમાણુ શસ્ત્રોની તરફેણ કરવાનો અને વૈશ્વિક પરિસ્થિતિની સમજનો અભાવ હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
સૈનિકોની ઘરવાપસીની પ્રક્રિયા
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા સીન પાર્નેલે પુષ્ટિ કરી છે કે સંરક્ષણ સચિવ પીટ હેગસેથના નિર્દેશાનુસાર આ 5,000 સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા આગામી 6 થી 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. હાલમાં જર્મનીમાં લગભગ 36,000 અમેરિકન સૈનિકો હાજર છે, જે યુરોપમાં અમેરિકાની સૌથી મોટી લશ્કરી હાજરી છે. ખાસ કરીને રામસ્ટીન એર બેઝ જેવા વ્યૂહાત્મક મથકો પર આ દળો તૈનાત છે. ટ્રમ્પે માત્ર જર્મની જ નહીં, પરંતુ ઈરાન યુદ્ધમાં સહયોગ ન આપવા બદલ અન્ય નાટો સભ્ય દેશોની પણ ટીકા કરી છે. તેમણે ઇટાલી અને સ્પેનમાંથી પણ અમેરિકન સૈનિકો પાછા ખેંચવાના સંકેત આપીને લશ્કરી જોડાણની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.
ભૂતકાળનું પુનરાવર્તન અને પૂર્વી યુરોપમાં ચિંતા
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2020 માં પણ જર્મનીમાંથી 12,000 સૈનિકો પાછા ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પાછળથી રાષ્ટ્રપતિ જો બિડેને સત્તા સંભાળ્યા બાદ આ નિર્ણય રદ કર્યો હતો. હવે ફરી એકવાર ટ્રમ્પ પ્રશાસન તે જ દિશામાં આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે. બીજી તરફ, અમેરિકાના આ વલણને જોતા ફ્રેડરિક મર્ઝની સરકારે જર્મનીના સંરક્ષણ બજેટમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. જર્મની 2027 સુધીમાં તેના સંરક્ષણ ખર્ચને જીડીપીના 3% થી વધુ કરવાની યોજના ધરાવે છે. દરમિયાન, અમેરિકાએ રોમાનિયામાં પણ પોતાની લશ્કરી હાજરી ઘટાડવાનો નિર્ણય લેતા પૂર્વી યુરોપના દેશોમાં રશિયાના સંભવિત ખતરાને લઈને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા આ પ્રકારે યુરોપમાંથી પાછું હટશે, તો તે વિસ્તારમાં શક્તિનું સંતુલન ખોરવાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.