હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા US મેદાનમાં; બજેટની કરી માંગ
ટ્રમ્પ સરકાર પાસે સંરક્ષણ મંત્રીએ માંગી મોટી રકમ; છ દેશો આપશે સાથ

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા US મેદાનમાં

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા US મેદાનમાં
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે વૈશ્વિક સ્તરે આર્થિક અને લશ્કરી દબાણ વધારી રહ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને ટ્રમ્પ વહીવટીતંત્ર અને કોંગ્રેસ પાસે ઈરાન સામેના જંગને આગળ ધપાવવા માટે 200 બિલિયન ડોલર (અંદાજે 16.6 લાખ કરોડ રૂપિયા)ની વિશાળ ફંડિંગની માંગ કરી છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "ખરાબ લોકોને મારવા માટે પૈસા લાગે છે."
એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા
છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના હુમલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઈઝરાયેલે ઈરાનના મહત્વના 'સાઉથ પારસ ગેસ ફિલ્ડ' અને કેસ્પિયન સમુદ્રમાં ઈરાની નેવીને નિશાન બનાવી છે.
જેના જવાબમાં ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને કુવૈતના એનર્જી સાઇટ્સ અને રિફાઇનરીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલાઓને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના સપ્લાય પર માઠી અસર પડી છે.
ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર અંકુશ મેળવીને તેને હથિયાર તરીકે વાપરવાનું શરૂ કર્યું છે. આ રસ્તો બંધ થવાથી ભારત અને પાકિસ્તાન સહિતના દેશોમાં તેલ અને ગેસની અછત વર્તાઈ રહી છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટાલી અને નેધરલેન્ડ જેવા છ શક્તિશાળી દેશોએ હવે આ દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવા માટે અમેરિકાને સાથ આપવાની ખાતરી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ યુદ્ધના મેદાનમાં સીધા અમેરિકન સૈનિકો મોકલવા માંગતા નથી. જોકે, તેમણે ઈરાન વિરુદ્ધ આર્થિક અને રણનીતિક દબાણ વધારવાની નીતિ ચાલુ રાખી છે.
ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનો વચ્ચે પેન્ટાગને આટલા મોટા ફંડની માંગણી કરતા હવે અમેરિકા આ યુદ્ધમાં કેટલી હદે સામેલ થશે તે જોવું રહ્યું.
પશ્ચિમ એશિયામાં જો આ જ રીતે એનર્જી સાઇટ્સ પર હુમલા ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે મોંઘવારી અને ઈંધણ સંકટ વધુ ઘેરું બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?