U-19 એશિયા કપ: પાકિસ્તાની બોલર પર વૈભવ ગરજ્યો
ભારત-પાકિસ્તાન ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાની બોલરને આપ્યો જડબાતોડ જવાબ

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી
દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 347 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી, જેમાં યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 10 બોલમાં 26 રન ફટકારીને પાકિસ્તાની બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખી હતી.
મેદાન પર ગરમાવો: વૈભવનો આક્રમક અંદાજ
મેચ દરમિયાન જ્યારે અલી રેજાની બોલિંગમાં વૈભવ સૂર્યવંશી આઉટ થયો, ત્યારે પાકિસ્તાની બોલરે ઉત્તેજનામાં આવીને અતિશય પ્રતિક્રિયા આપી હતી. આ જોઈને સામાન્ય રીતે શાંત રહેતા વૈભવે પણ મૌન તોડ્યું હતું. પેવેલિયન પરત ફરતી વખતે વૈભવે પાકિસ્તાની બોલર તરફ ઈશારો કરીને તેને પોતાની મર્યાદામાં રહેવા સમજાવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ, વૈભવે બોલરને આક્રમક અંદાજમાં વળતો જવાબ આપ્યો હતો, જેની અત્યારે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા થઈ રહી છે.
વૈભવ સૂર્યવંશીનું શાનદાર ફોર્મ :
ચાલુ એશિયા કપમાં વૈભવ શાનદાર લયમાં જોવા મળ્યો છે. તેણે યુએઈ સામે 171 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. આ ઉપરાંત મલેશિયા સામે પણ તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. ફાઈનલ મેચમાં પણ તે મોટી ઇનિંગ રમે તેવી આશા હતી, પરંતુ ટૂંકી છતાં આક્રમક ઇનિંગ રમીને તેણે ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?