ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ક્રિપ્ટો માર્કેટમાં ધોવાણ
અમેરિકા-ચીન ટ્રેડ વોરની ભીતિથી રોકાણકારોમાં ગભરાટ, બિટકોઇન 12% તૂટ્યો

ટ્રમ્પ ટેરિફથી ક્રિપ્ટો માર્કેટમાં ભંગાણ

ટ્રમ્પ ટેરિફથી ક્રિપ્ટો માર્કેટમાં ભંગાણ
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાતે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તીવ્ર ભૂકંપ સર્જ્યો છે. ટ્રમ્પની આ જાહેરાતથી અમેરિકા અને ચીન વચ્ચે 'ટ્રેડ વોર' શરૂ થવાની પ્રબળ ભીતિ પેદા થઈ છે, જેના પગલે ગભરાયેલા રોકાણકારોએ માત્ર એક કલાકમાં જ ક્રિપ્ટો માર્કેટમાંથી આશરે $6 અબજ ડૉલર (રૂ. 50 હજાર કરોડ)નું રોકાણ પાછું ખેંચી લીધું છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે, ક્રિપ્ટો માર્કેટ હજી પણ રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા પ્રત્યે કેટલું સંવેદનશીલ છે.
બિટકોઇન અને ઇથેરિયમમાં મોટું ગાબડુંટ્રમ્પની જાહેરાત બાદ ક્રિપ્ટો માર્કેટમાં તરત જ કડાકો બોલી ગયો હતો, જેની અસર શનિવારે પણ જોવા મળી રહી છે.
બિટકોઇન: જાહેરાત બાદ ટોચની ક્રિપ્ટોકરન્સી બિટકોઇન 8.4 ટકા તૂટીને $104,782 થયો હતો. જોકે, ટ્રમ્પની ટેરિફ પોસ્ટથી તે 12 ટકાથી વધુ તૂટ્યો હતો અને સમાચાર લખાયા ત્યારે પણ 8.14%ના ઘટાડે $111,404.99 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બિટકોઇનની કિંમત $17,927.25 ઘટી છે.
ઇથેરિયમ: બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ પણ શરૂઆતમાં 5.8 ટકા તૂટ્યા બાદ 12.94 ટકાના મોટા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
અન્ય કરન્સી: સોલાના, ડોઝકોઇન, અને કાર્ડાનો જેવી અન્ય ક્રિપ્ટોકરન્સીમાં તો 16 થી 25 ટકાનું મોટું ગાબડું નોંધાયું છે, જે રિટેલ રોકાણકારોને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે.
ટ્રમ્પે આ આકરો નિર્ણય ચીન દ્વારા દુર્લભ ખનિજોની નિકાસ પર અંકુશો લાદવાની જાહેરાત પર પ્રતિક્રિયા રૂપે લીધો છે.
નવો ટેરિફ: ટ્રમ્પની જાહેરાત મુજબ, ચીન પર લાગુ થતો આ નવો 100 ટકા ટેરિફ 1 નવેમ્બરથી લાગુ થશે.
કુલ ટેરિફ બોજ: અમેરિકા હાલમાં ચીન પાસેથી 30 ટકા ટેરિફ વસૂલે જ છે, હવે આ નવા 100 ટકા ટેરિફ સાથે ચીન પર કુલ ટેરિફ બોજો વધીને 130 ટકા થઈ જશે.
અન્ય પ્રતિબંધો: આ ઉપરાંત, ટ્રમ્પે ક્રિટિકલ સોફ્ટવેરની નિકાસ પર પણ પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.
ટ્રેડ વોરની આ ભીતિને પગલે સંસ્થાકીય રોકાણકારોએ ક્રિપ્ટો માર્કેટમાંથી મોટાપાયે રોકાણ પાછું ખેંચી લીધું છે, જેના કારણે ક્રિપ્ટોકરન્સીની કુલ માર્કેટ કેપ $47 અબજ ડૉલર ગગડીને $3.73 લાખ કરોડ ડૉલર થઈ ગઈ છે. ક્રિપ્ટો માર્કેટની આ હાલત દર્શાવે છે કે, વૈશ્વિક રાજકારણનો પડઘો હવે ડિજિટલ એસેટ માર્કેટમાં પણ કેટલો ઊંડો પડી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.