ભારતીય ચોખા નિકાસ પર ટ્રમ્પનો પ્રતિબંધ??
ટ્રમ્પના ચોખા પર ટેરિફના નિશાનથી ચોખાના નિકાસકારોમાં ચિંતા, ભારતીય શેરબજારમાં હાહાકાર..

ટ્રમ્પે ફરી ભારતને નિશાન સાધ્યું

ટ્રમ્પે ફરી ભારતને નિશાન સાધ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર ભારતનું નામ લીધા વિના સીધું નિશાન સાધવામાં આવ્યું છે. 8 ડિસેમ્બરે વ્હાઇટ હાઉસમાં આયોજિત રાઉન્ડ ટેબલ મીટમાં ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે $12 બિલિયનની સહાયની જાહેરાત કરી, પરંતુ આ ચર્ચામાં તેમણે ભારતીય ચોખાના નિકાસકારને સીધો ટાર્ગેટ બનાવ્યો, જેના પગલે બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન પર ફરી સવાલો ઊભા થયા છે.
એક તરફ યુએસ ટ્રેડ ડેલિગેશન ટેરિફના મુદ્દે ચર્ચા કરવા માટે દિલ્હીમાં હાજર છે, અને બીજી તરફ ટ્રમ્પે ચોખાની નિકાસ પર સીધું નિશાન સાધ્યું છે.
ટ્રમ્પનો દાવો છે કે ભારતીય ચોખાની નિકાસ અમેરિકામાં સ્થાનિક ભાવો ઘટાડે છે. કેનેડી રાઇસ મિલ્સ જેવા યુએસ ચોખા ઉત્પાદકોનો આરોપ છે કે ભારતીય ચોખાનું યુએસ માર્કેટમાં "ડમ્પિંગ" કરાઈ રહ્યું છે, જે એવા સમયે અમેરિકન ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે જ્યારે કૃષિ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
યુએસ અધિકારીઓનું કહેવું છે કે, "ભારત અમેરિકી બજારોમાં ચોખા ઠાલવી રહ્યું છે. ભારતે આવું ન કરવું જોઈએ, અને ઇન્ડિયાના રાઇસ એક્સપોર્ટ પર વધુ યોગ્ય ટેરિફ લાદવા જોઈએ. ભારત, વિયેતનામ અને થાઇલેન્ડથી થતી આયાતને કારણે કિંમતો ઘટી રહી છે."
ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક અને નિકાસકાર છે. ભારતે વૈશ્વિક સ્તરે 20.1 મિલિયન ટનથી વધુ ચોખાની નિકાસ કરી હતી, જેની કિંમત લગભગ $12.95 બિલિયન હતી. નોંધનીય છે કે ભારતીય બાસમતી ચોખાનું યુએસમાં મોટું બજાર છે. 2023માં ચોખાની યુએસ નિકાસ $303 મિલિયનથી વધીને 2024માં $380 મિલિયન પહોંચી, જે વાર્ષિક ધોરણે 25% જેટલો વધારો દર્શાવે છે.
ટ્રમ્પના આ નિવેદનની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી. 9 ડિસેમ્બરે બજાર ખુલતાની સાથે જ ચોખાના સ્ટોક્સ રેડ ઝોનમાં ખુલ્યા. દાવત બ્રાન્ડના LT ફૂડ્સ ના શેર લગભગ 8% જેટલો ઘટ્યો, જોકે બાદમાં તે 3%ની આસપાસ ડાઉન હતો. જ્યારે GRM ઓવરસીઝ 6% અને KRBL, કાવેરી સીડ લગભગ 3% જેટલું ઘટ્યું. રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે કે વધારાના ટેરિફ ભારતના નિકાસકારોને વધુ અસર કરી શકે છે.
હાલમાં યુએસ-ભારત વેપાર વાટાઘાટો ચાલુ છે, પરંતુ ટેરિફ અંગે કોઈ નક્કર માહિતીની પુષ્ટિ થઈ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?