Donald Trump નો યુ-ટર્ન, ભારત-પાક સીઝફાયર કરાવવાનો દાવો નકાર્યો!
અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump એ મધ્યસ્થતા કરાવી નથી, પરંતુ સમસ્યા ઉકેલવામાં 'મદદ' જરૂર કરી હતી...

સીઝફાયર પર ટ્રમ્પનો પલટો, 'મદદ કરી, કરાવી નહીં'!

સીઝફાયર પર ટ્રમ્પનો પલટો, 'મદદ કરી, કરાવી નહીં'!
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ગુરુવારે (આજે) પહેલીવાર સ્વીકાર્યું છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું નથી. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે મધ્યસ્થતા કરાવી નહોતી, પરંતુ ભારત-પાકિસ્તાન સમસ્યા ઉકેલવામાં મદદ ચોક્કસ કરી હતી. અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવ્યું છે, પરંતુ હવે તેઓ પોતે કહી રહ્યા છે કે "મેં સીઝફાયર નથી કરાવ્યું, પણ હું કહેવા માંગુ છું કે મેં મદદ ચોક્કસ કરી."
ટ્રમ્પનો યુ-ટર્ન અને ભારતનો ખુલાસો...
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઘણીવાર ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવાનો શ્રેય લેવાનો પ્રયાસ કરી ચૂક્યા હતા. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે, પાકિસ્તાનના DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) એ પોતે ફોન કરીને સીઝફાયરની વિનંતી કરી હતી.
કતરના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે, "ભારત-પાકિસ્તાન વચ્ચેના હાલાત અત્યંત તણાવપૂર્ણ બની ચૂક્યા હતા. ડ્રોન અને મિસાઇલોની ભાષામાં વાત થવાની હતી, આથી મેં બંને દેશો સાથે વાત કરીને માહોલ શાંત કરાવ્યો." જોકે, અમેરિકી રાષ્ટ્રપતિએ એ પણ આશા વ્યક્ત કરી કે, "મને આશા છે કે મારા અહીંથી નીકળી ગયા પછી પણ હું એ જ સાંભળીશ કે બંને દેશો શાંત છે."
સીઝફાયર કેવી રીતે થયું? સંપૂર્ણ ઘટનાક્રમ...
આ સીઝફાયર કેવી રીતે થયું તે સમજવા માટે પાછળના ઘટનાક્રમ પર નજર નાખવી જરૂરી છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. ભારતે પહેલગામ હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા.
આ પછી, પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરથી લઈને ગુજરાત સુધી સતત મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ વડે હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ એર ડિફેન્સની મદદથી પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા. આ પછી, ભારતે વધુ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાની વાયુસેનાના 11 એરબેઝ, એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને રડાર સ્થળો સહિત અનેક પ્રમુખ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને તબાહ કરી દીધા. ભારતના આ ડરથી પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું અને શાંતિની અપીલ કરવા લાગ્યું, જેના પછી 10 મેના રોજ બંને દેશો વચ્ચે સીઝફાયર થયું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?