ટ્રમ્પ સરકારનો નિર્ણય, હાર્વર્ડમાં હવે વિદેશી વિદ્યાર્થીઓને નહીં મળે એડમિશન
અમેરિકા સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી પર ચીન સાથે સંબંધ અને યહૂદી વિરોધી પ્રવૃત્તિઓના આરોપ મૂકવામાં આવ્યા છે, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓના એડમિ ...

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પ સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો તણાવ ફરી એક વખત પ્બલિકલી સામે આવ્યો છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં - આમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે મોટી કાર્યવાહી કરી છે.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત
અમેરિકા ગૃહ સુરક્ષા વિભાગના સચિવે હાર્વર્ડ યુનિવર્સિટીને પત્ર લખીને જણાવ્યું કે, જ્યાર સુધી યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથેના સંભવિત સંબંધોની તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
પ્રવેશ કોઈ અધિકાર નથી, માત્ર વિશેષાધિકાર
સરકારનું કહેવું છે , યુનિવર્સિટીઓ માટે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ અધિકાર નહીં પરંતુ એક વિશેષાધિકાર છે, અને તેને નિયમિત રીતે અનુસંધાન કરવું જરૂરી છે. પત્રમાં જણાવ્યું છે કે, જો હાર્વર્ડ યુનિવર્સિટી 2025ના આગામી શૈક્ષણિક વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવા માંગે, તો તેને 72 કલાકની અંદર જરૂરી માહિતી અને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના રહેશે.
ભારતીય વિદ્યાર્થીઓ પર સીધી અસર
હાર્વર્ડ યુનિવર્સિટી, જેની સ્થાપના 1636માં થઈ હતી અને જે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક ગણાય છે, તેમાં હાલમાં 788 ભારતીય વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. યુનિવર્સિટી દીઠ દર વર્ષે 500થી 800 ભારતીય વિદ્વાનો અહીં અભ્યાસ માટે આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?