મોરોક્કોમાં ભયાનક દુર્ઘટના,૧૯ લોકોનાં મોત
મસ્સિરા-જૌઆઘામાં બે રહેણાંક ઇમારતો ધરાશાયી, ૧૯ લોકોનાં મોત, ૪ બાળકો સામેલ

મોરોક્કોમાં ભયાનક દુર્ઘટના

મોરોક્કોમાં ભયાનક દુર્ઘટના
ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોના મસ્સિરા-જૌઆઘા જિલ્લામાં ગત મંગળવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે બે રહેણાંક ઇમારતો અચાનક ધરાશાયી થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ છે. સત્તાવાર આંકડા અનુસાર આ દુર્ઘટનામાં ૧૯ લોકોનાં મોત થયાં છે, જેમાં ૪ બાળકોનો પણ સમાવેશ થાય છે. રાતભર ચાલેલા વ્યાપક બચાવ અભિયાન પછી મૃતકોની સંખ્યા વધીને ૧૯ થઈ છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, ધસી પડેલી ઇમારતોના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. પોલીસ, સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમોએ આખી રાત કામ કરીને ઘણા લોકોને જીવતા બહાર કાઢ્યા, જ્યારે અનેક ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકોની શોધ ચાલુ છે.
અકસ્માતનું કારણ – નબળી બાંધકામ ગુણવત્તા પર શંકાપ્રારંભિક તપાસમાં ઇમારતોની નબળી ડિઝાઇન અને બાંધકામની ગુણવત્તા પર આંગળી ઊઠી છે, જોકે સત્તાવાર કારણની જાહેરાત હજુ બાકી છે. આ વિસ્તારમાં જૂની અને જર્જરિત ઇમારતોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના મોરોક્કોમાં પ્રથમ નથી.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં સરકાર વિરુદ્ધ ભારે ગુસ્સો ફેલાયો છે. લોકોનું કહેવું છે કે સરકારે અસુરક્ષિત ઇમારતોની યાદી તૈયાર કરી છે, પરંતુ તેને દૂર કરવા કે મજબૂત બનાવવા માટે કોઈ ગંભીર પગલાં લીધાં નથી. સોશિયલ મીડિયા પર #JusticeForMassira અને #UnsafeMorocco જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.
મોરોક્કોમાં આવી ઘટનાઓએ ફરી એકવાર બાંધકામ નિયમો અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?