ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતું પ્રચંડ યુધ્ધ, શું થશે ભારત પર અસર?
ઈરાન-ઇઝરાયલ યુધ્ધ વચ્ચે ભારત પર થશે આ મોટી અસરો, યુધ્ધ સમગ્ર મિડલ ઇસ્ટમાં પણ ફેલાવવાની શક્યતાઓ

ઈરાન-ઇઝરાયલના યુધ્ધની તસવીર

ઈરાન-ઇઝરાયલના યુધ્ધની તસવીર
ઈરાન-ઇઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુધ્ધની સ્થિતિ ઉદ્ભવી છે. પાંચ દિવસ પછી પણ સ્થિતિ ભયાનક છે અને યુધ્ધનો અંત દૂર દૂર સુધી દેખાતો નથી. ઈઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન 12 જૂને શરૂ કર્યું હતું. હવે આ સંઘર્ષની અસર સીધી જનતાના ખિસ્સા પર જોવા મળી શકે છે. આ યુધ્ધમાં ઈરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની અને પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારત ઈરાન અને ઇઝરાયલ બંને દેશો સાથે સારા સંબંધ ધરાવે છે. આ યુદ્ધની ભારત પર કઇંક આ મુજબ અસર જોવા મળશે.
મોંઘું ક્રૂડ ઓઇલ:
ભારત ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરતું હોય છે. જેમાં ઈરાન ભારતને ઘણી છૂટ પણ આપે છે. આ યુધ્ધના પગલે ક્રૂડનું ઓછું ઉત્પાદન કે અછત પણ સર્જાઇ શકે છે. ક્રૂડની અપૂર્તિ અસરથી ભારત માટે ક્રૂડ મોંઘું બની શકે છે જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
આયાત-નિકાસ મોંઘી:
ઈરાન-ઇઝરાયલ યુધ્ધમાં અમેરિકા ઇઝરાયલને સીધી મદદ કરતું નજરે પડી રહ્યું છે અને અમેરિકા ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધ પણ લાગૂ કરી શકે છે. ભારત ક્રૂડ સિવાય ઈરાન પાસેથી બાસમતી ચોખા, ખાંડ, ચા-કૉફી જેવી અન્ય વસ્તુની નિકાસ કરે છે. વળી, ભારતની ઘણી મોટી કંપનીઓ ઈરાનમાં મૂળભૂત પાયાનું નિર્માણ કામ કરવામાં પણ જોડાયેલી છે. જેથી આયાત-નિકાસ માટે મોટા પ્રશ્નો ઉદ્ભવી શકે છે.
ફ્લાઇટો બનશે મોંઘી:
ઈરાન-ઇઝરાયલ યુધ્ધ દરમ્યાન મિસાઇલ અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે જેથી જોર્ડન, ઈરાક, સીરિયા સહિત અનેક દેશોએ પોતાના એરસ્પેસને બંધ રાખવામાં આવ્યા છે. યુધ્ધના પગલે એર સ્પેસને બંધ રખાતા વિમાનને મધ્ય-પૂર્વના આકાશથી બહાર લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે. અહી ઇંધણનો વપરાશ વધતાં, ખર્ચ વધતાં પરિણામે ટિકિટના ભાવ પણ વધી શકે છે.
જહાજોની અવર-જવર પર થશે અસર:
ઈરાન દરરોજ આશરે 3.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. જેમાં 1.5 એમબીડીની નિકાસ કરવામાં આવે છે. જેમાં 80 ટકા ક્રૂડ તો એકલું ચીન ખરીદે છે. ત્યારબાદ તુર્કી બીજો સૌથી મોટો ખરીદદાર છે. તમામ નિકાસ મુખ્યત્વે જહાજો દ્વારા કરવામાં આવતા હોય છે જેના પણ યુધ્ધની ગંભીર અસર પડી શકે છે.
સોનાના ભાવમાં ઉછાળો:
ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલું બજારમાં સોનાનો ભાવ 1 લાખ પ્રતિ તોલા પહોંચી ગયો છે. જો તણાવ વધશે તો શેરબજાર પર પણ તેની અસર જોવા મળશે અને સોનું મજબૂત થશે. ભારત દર વર્ષે 80-90 ટન સોનાની આયાત કરે છે. જો સોનાની કિંમત વધી તો ભારત તેની આયાત માટે વધુ વિદેશી ચલણનો ખર્ચ કરવો પડશે.
ભારતે ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ પર એકપણ બાજુ પોતાનો ઝૂકાવ નથી બતાવ્યો. ઈરાન અને ઇઝરાયલનું યુધ્ધ હવે આખા મિડલ ઇસ્ટમાં ફેલાવવાની શક્યતાઓ છે .
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?