બાંગ્લાદેશમાં તણાવ, શેખ હસીના કેસમાં ચુકાદો
પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ હત્યા અને ષડયંત્ર કેસમાં કોર્ટ આપશે ચુકાદો

શેખ હસીના વિરુદ્ધ ચુકાદો

શેખ હસીના વિરુદ્ધ ચુકાદો
બાંગ્લાદેશમાં તણાવનો માહોલ ઘેરાયો જોવા મળી રહ્યો છે કારણ કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધના મહત્વપૂર્ણ કેસમાં અદાલત ચુકાદો આપવાની તૈયારીમાં છે. છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી, હિંસા અને ક્રૂડ બોમ્બ હુમલાઓની ઘટનાઓ વધતા રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં ચિંતાનો માહોલ છે. આ હિંસા 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા.
ગુરુવારે ઢાકાને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે, કારણ કે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ‘ઢાકા લોકડાઉન’નું આહ્વાન કર્યું છે. ઢાકાના પ્રવેશ બિંદુઓ પર કડક ચેકિંગ ચાલી રહ્યું છે અને સુરક્ષા દળોની ભારે તૈનાતી કરવામાં આવી છે.
અદાલતમાં મહત્વપૂર્ણ ચુકાદો :
ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ (ICT)માં શેખ હસીના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ હત્યા અને ષડયંત્ર સહિતના અનેક આરોપોમાં ચુકાદો આવવાનો છે. હસીના ગયા વર્ષે ઓગસ્ટમાં ભારત આવ્યા બાદથી જ આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે.
ઢાકામાં જનજીવન ઠપ :
રાજકીય તણાવને કારણે ઢાકાનું સામાન્ય જીવન લગભગ ઠપ થયું છે. આગચંપી અને વિસ્ફોટની ઘટનાઓ ઢાકાની બહાર ગાઝીપુર અને બ્રાહ્મણબારિયા જેવા શહેરોમાં પણ ફેલાઈ ગઈ છે. બ્રાહ્મણબારિયામાં ગ્રામીણ બેન્કની શાખાને આગ લગાડવામાં આવી, જેના કારણે દસ્તાવેજો અને ફર્નિચર બળી ખાખ થઈ ગયા.
1983માં નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ દ્વારા સ્થાપિત ગ્રામીણ બેન્ક ગરીબોને માઇક્રો-ક્રેડિટ માટે ઓળખાય છે. હાલની હિંસા માટે સરકાર અવામી લીગના સમર્થકોને જવાબદાર ઠેરવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?