સુનિતા વિલિયમ્સની કેપ્સ્યુલ દરિયામાં ઉતરતાની સાથે જ ડોલ્ફિન્સે કર્યુ સ્વાગત
અવકાશમાં નવ મહિના વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ આખરે પાછાં ફર્યા

સુનિતાનું ડોલ્ફિન્સે કર્યુ સ્વાગત

સુનિતાનું ડોલ્ફિન્સે કર્યુ સ્વાગત
અવકાશમાં નવ મહિના વિતાવ્યા પછી, ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના સાથીઓ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડા કિનારે સુરક્ષિત રીતે પાછા ફર્યા.
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર અવકાશમાં નવ મહિના વિતાવ્યા પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે, નાસાના નિક હેગ અને રોસકોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા. આ ચાર અવકાશયાત્રીઓ NASA/SpaceX Crew-9 મિશનના સભ્યો હતા, જેને SpaceX ડ્રેગન અવકાશયાન દ્વારા ફ્લોરિડા કિનારા નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં આવ્યું હતું.જ્યાં સૌથી પહેલાં ડોલ્ફિન્સે તેમનું સ્વાગત કર્યુ હતું. જેનો અદ્દભુત વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાને બુધવારે (૧૯ માર્ચ) સવારે ૩:૨૭ વાગ્યે (IST) ફ્લોરિડા કિનારે અવકાશયાત્રીઓને ઉતાર્યા. રસપ્રદ વાત એ છે કે, જ્યારે રિકવરી ટીમ અવકાશયાનને બહાર કાઢી રહી હતી ત્યારે ડોલ્ફિનનું એક જૂથ કેપ્સ્યુલની આસપાસ તરતું જોવા મળ્યું. રિકવરી જહાજે કેપ્સ્યુલને પાણીમાંથી બહાર કાઢ્યું અને સપ્ટેમ્બર પછી પહેલી વાર તેની બાજુનો હેચ ખોલવામાં આવ્યો. ત્યારબાદ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક હ્યુસ્ટન મોકલવામાં આવ્યા, જ્યાં તેઓ 45 દિવસની સંભાળ અને પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થશે.
સ્પેસએક્સ ક્રૂ-9 સુરક્ષિત રીતે પરત ફર્યું
સ્પેસએક્સ ક્રૂ-9 ટીમ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સફળતાપૂર્વક પરત ફરી છે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદારોએ સવારે 10:35 વાગ્યે (IST) અવકાશયાનમાંથી અનડોક કર્યું, જેનો એક વીડિયો NASA દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ મિશનમાં, સ્પેસએક્સને ક્રૂ-9 ને પૃથ્વી પર સુરક્ષિત રીતે લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ક્રૂ-૧૦ ટીમને સ્પેસએક્સ ફાલ્કન ૯ રોકેટ દ્વારા મોકલવામાં આવી હતી, જે સ્પેસ સ્ટેશન પર પહોંચી અને ક્રૂ-૯ ને બદલ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?