શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ ધરતી પર પરત ફરશે
ડ્રેગન ગેસ અવકાશયાન 22 કલાકની મુસાફરી માટે ભ્રમણકક્ષાની પ્રયોગશાળાથી અલગ થયું છે

શુભાંશુ શુક્લાને 7 દિવસ માટે Rehabilitation program માંથી પસાર થવું પડશે.

શુભાંશુ શુક્લાને 7 દિવસ માટે Rehabilitation program માંથી પસાર થવું પડશે.
ભારતના અંતરીક્ષ યાત્રી શુભાંશુ શુક્લા અને એકિસઓસ-4 ના ત્રણ અવકાશયાત્રીઓ અવકાશમાં 18 દિવસ સુધી રોકાણ કર્યાં બાદ ધરતી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરવામાં આવી છે. ડ્રેગન ગેસ અવકાશયાન 22 કલાકની મુસાફરી માટે ભ્રમણકક્ષાની પ્રયોગશાળાથી અલગ થયું છે. સ્પ્લેશડાઉન આજે ભારતીય સમય મુજબ બપોરના 3 વાગ્યે કેલિફોર્નિયાના દરિયા કિનારે ઉતરવાની સંભાવના જોવા મળી રહી છે.
સ્પલેશડાઉન પેરાશૂટની મદદથી થશે:
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છુટા પડ્યા બાદ આશરે 22-23 કલાકની મુસાફરી કર્યા બાદ 15 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાની આસપાસ અમેરિકાના કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરશે અને સ્પેશલેશડાઉન થશે. ડ્રેગન અવકાશયાન પેરાશૂટની મદદ વડે પાણીમાં ધીમે ધીમે ઉતારવામાં આવશે. પૃથ્વી વિજ્ઞાન અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંહએ જણાવ્યા પ્રમાણે, સમય લગભગ 1 કલાકની માર્જીન વિન્ડો છે, મિશન 25 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતુ. ડ્રેગન સ્પેસ કેપ્યુલ અને ફાલ્કન-9 રોકેટ ફ્લોરીડાથી ISS તરફ ઉડાન ભરવામાં આવી હતી. જ્યારે આ મિશનએ 4 દાયકાથી વધુ સમય બાદ ભારત, પોલેન્ડ અને હંગેરી જેવા દેશોનું અવકાશમાંથી પરત ફરવાનું સપનું સાકાર થયું છે. રાકેશ શર્મા બાદ શુક્લા વિંગ કમાન્ડર અવકાશમાં જનારા બીજા ભારતીય અવકાશયાત્રી છે. 1984માં સ્પેસ સ્ટેશન સેલ્યુટ-7 અવકાશમાં 7 દિવસથી વધુ સમય સુધી સમય વિતાવ્યો હતો.
સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો સંદેશ :
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરથી 18 દિવસનું મિશન સોમવારના રોજ પૂરું થાય છે. અંતરીક્ષ એક્સિઓમ-4 મિશનની ટીમએ આજે અમેરિકા કેલિફોર્નિયાના કિનારે ઉતરવાની સંભાવના છે. જ્યારે આ મિશનને 25 જુનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અને 26 જૂનના રોજ ISS સ્પેસમાં પહોચ્યું હતું. પરત ફરતી વખતે શુભાંશુ શુક્લાએ ભારત માટે કહ્યું હતું, કે 41 વર્ષ પહેલા એક ભારતીય અવકાશમાં ગયા હતા ત્યારે તેમને આપણેને કહ્યું હતું કે, ભારત અવકાશમાંથી કેવું દેખાય છે, ત્યારે તેમને કહ્યું હતું , કે 'સારે જહાં શે અચ્છા હિન્દુસ્તા હુમારા'એમ કહ્યું હતું.તે ટીપ્પણીને યાદ કર્યા બાદ શુભાંશુ શુક્લા કહે છે, કે હું તમને ફરીથી કહી શકું છું, કે આજનું ભારત હજુ પણ આખી દુનિયા કરતા વધુ શારુ દેખાય છે.
7 દિવસનો રીહેબિલિટેશન પ્રોગ્રામ:
ઈસરોના જણાવ્યા અનુસાર સ્પેશડાઉન બાદ શુભાંશુ શુક્લાને 7 દિવસ માટે Rehabilitation program માંથી પસાર થવું પડશે. અવકાશમાંથી પરત ફર્યા બાદ દરેક અવકાશયાત્રી માટે આ રીહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવું પડવું ફરજિયાત છે. આ રીહેબિલિટેશન પ્રોગ્રામએ અવકાશયાત્રી માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકુલન કરવા માટે આવશ્યક ઉપયોગી છે. અવકાશમાંથી પરત ફરેલા અવકાશયાત્રીઓ માટે ફ્લાઈટ સર્જનની દેખરેખ માટે અને પૃથ્વીના વાતાવરણ અને ગુરુત્વાકર્ષણ,ધરતીને ચુંબકીયતા માટે તૈયાર કરવા માટે આ પ્રોગ્રામમાંથી પસાર થવું જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.