ભ્રષ્ટાચાર કેસમાં શેખ હસીનાને 21 વર્ષની સજા
પ્લોટ ફાળવણીમાં ગેરરીતિના આરોપો: પુત્ર જય અને પુત્રી પુતુલ સાથે અન્ય સહયોગીઓને પણ સજા.

શેખ હસીનાને 21 વર્ષની સજા

શેખ હસીનાને 21 વર્ષની સજા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ગુરુવારે કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના ત્રણ અલગ-અલગ કેસમાં કુલ 21 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
દેશની ભ્રષ્ટાચાર વિરોધી પંચ (ACC) દ્વારા પૂર્બાચલ ન્યૂ સિટી પ્રોજેક્ટ હેઠળ પ્લોટની ફાળવણીમાં કથિત ગેરરીતિઓ બદલ આ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઢાકા સ્પેશિયલ જજની કોર્ટ-૫ના ન્યાયાધીશ મોહમ્મદ અબ્દુલ્લા અલ મામુને આ ત્રણેય કેસમાં હસીનાને પ્રત્યેક કેસમાં સાત-સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી.
સહયોગીઓને પણ જેલ
આ ચુકાદામાં શેખ હસીનાના રાજકીય વારસદારોને પણ સજા થઈ છે. તેમના પુત્ર સજીબ વાઝેદ જોય અને પુત્રી સાયમા વાઝેદ પુતુલને આ ત્રણ કેસમાંથી એકમાં પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય 20 આરોપીઓમાંથી 19ને અલગ-અલગ સજાઓ થઈ છે, જ્યારે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
આ ચુકાદો શેખ હસીના માટે બે અઠવાડિયાની અંદર બીજો મોટો ફટકો છે. આના થોડા દિવસો પહેલાં, 17 નવેમ્બરના રોજ, બાંગ્લાદેશના ICTએ ગયા વર્ષે જુલાઈમાં થયેલા પ્રદર્શનો સંબંધિત માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષી ઠેરવીને હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
ઢાકા કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા તેજ
આ હાઇ-પ્રોફાઇલ ચુકાદાને ધ્યાનમાં રાખીને ઢાકાની સેશન્સ કોર્ટના પ્રવેશદ્વાર પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી હતી. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, નિયમિત સુરક્ષાકર્મીઓ ઉપરાંત વધારાની પોલીસ પ્લાટૂન, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના જવાનો અને RAB સભ્યોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
હસીનાએ આ ચુકાદાઓને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા કહ્યું હતું કે વચગાળાની સરકાર હસીનાને રાજકારણમાંથી દૂર કરવા માંગે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?