Peru માં શોપિંગ મોલની છત ધરાશાયી, 6 લોકોના મોત અને 78 ઘાયલ
Peru માં એક શોપિંગ મોલમાં ફૂડ કોર્ટની છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 78 લોકો ઘાયલ...

ધરાશાયી થયેલી છતનો વિસ્તાર 700 થી 800 ચોરસ મીટર...

ધરાશાયી થયેલી છતનો વિસ્તાર 700 થી 800 ચોરસ મીટર...
પેરુમાં એક શોપિંગ મોલમાં ફૂડ કોર્ટની છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 78 લોકો ઘાયલ થયા છે. દેશના સંરક્ષણ પ્રધાને આ અકસ્માત અંગે માહિતી આપી છે. ફૂડ કોર્ટ એ મોલમાં એક એવી જગ્યા છે જ્યાં વિવિધ રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનો આવેલી છે. ધરાશાયી થયેલી છતનો વિસ્તાર 700 થી 800 ચોરસ મીટર હતો.
છત લોખંડની બનેલી હતી...
ટ્રુજિલો શહેરમાં સ્થિત 'રીઅલ પ્લાઝા ટ્રુજિલો' શોપિંગ મોલમાં હાજર લોકો પર લોખંડની ભારે છત પડતાં આ અકસ્માત થયો હતો. સંરક્ષણ પ્રધાન વોલ્ટર એસ્ટુડિલોએ પત્રકારોને જણાવ્યું હતું કે સ્થાનિક અગ્નિશામકોએ આપેલી માહિતી અનુસાર, ઇમારત ધરાશાયી થયા બાદ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અસ્ટુડિલોએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી 30 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 48 હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. મંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ...
સ્થાનિક ફાયર વિભાગના વડા લુઈસ રોનકલે જણાવ્યું હતું કે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. દરમિયાન, ટ્રુજિલોના મેયર મારિયો રેનાએ જોખમને કારણે મોલ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?