દુબઈ એરપોર્ટ પર ફસાઈ પીવી સિંધુ: ભયાનક સ્થિતિ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે મુસાફરી ઠપ્પ, વિસ્ફોટો વચ્ચે ભારતીય શટલર અને તેની ટીમ ફસાઈ

પીવી સિંધુ

પીવી સિંધુ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે અને અનેક એરપોર્ટ પર મુસાફરો અટવાઈ પડ્યા છે. આ અરાજકતા વચ્ચે ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ તેની ટીમ સાથે દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
બર્મિંગહામ જતા સમયે અચાનક સ્થિતિ બગડી :
પીવી સિંધુ શનિવારે પોતાની ટીમ સાથે ઈંગ્લેન્ડના બર્મિંગહામ જઈ રહી હતી. તે સમયે દુબઈમાં વિરામ દરમિયાન યુદ્ધની સ્થિતિ વણસતા એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા સિંધુએ જણાવ્યું કે તે હાલમાં સુરક્ષિત છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ સતત અનિશ્ચિત બનેલી છે. એરપોર્ટ પર સેંકડો પરિવારો ફસાયેલા છે અને ભારે અફરાતફરીનો માહોલ છે.
વિસ્ફોટ અને ધુમાડાના ગોટા વચ્ચે પસાર થઈ રહી છે ક્ષણો :
સિંધુએ વર્ણવેલી વિગતો અનુસાર, એરપોર્ટ પર રોકાણ દરમિયાન તેણે ભયાનક અવાજો અને ઇન્ટરસેપ્શન પણ સાંભળ્યા હતા. સૌથી ગંભીર ઘટના ત્યારે બની જ્યારે તેઓ જ્યાં રોકાયા હતા તેની નજીકમાં જ એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો નજીક હતો કે સિંધુના કોચને ધુમાડા અને કાટમાળના કારણે તાત્કાલિક તે જગ્યાએથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાએ આખી ટીમ માટે માનસિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.
ફેન્સનો માન્યો આભાર :
પોતાના પ્રિય શહેર દુબઈમાં આવી ભયાનક પરિસ્થિતિ જોવી સિંધુ માટે અત્યંત મુશ્કેલ હતી. તેણે મુશ્કેલ સમયમાં સતત પૂછપરછ કરનારા અને પ્રાર્થના કરનારા ચાહકોનો આભાર માન્યો છે. તે હાલ માત્ર એટલી જ આશા રાખી રહી છે કે આ યુદ્ધની સ્થિતિમાંથી તે અને ત્યાં ફસાયેલા અન્ય મુસાફરો વહેલી તકે બહાર નીકળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?