યુદ્ધની વચ્ચે શાંતિનો સંદેશ, પુતિનનું Ukraine માટે એક દિવસીય યુદ્ધવિરામ
યુક્રેન યુદ્ધને લઈને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત, ઈસ્ટરના અવસર પર યુદ્ધવિરામની ઘોષણા

રશિયાનું માનવીય પગલું કે વ્યૂહરચના?

રશિયાનું માનવીય પગલું કે વ્યૂહરચના?
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈસ્ટરના અવસર પર મોટી જાહેરાત કરતાં યુક્રેનમાં એક દિવસીય યુદ્ધવિરામની ઘોષણા કરી છે. રશિયા તરફથી આ એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરતાં પુતિને રશિયન સૈનિકોને સ્થાનિક સમય અનુસાર શનિવાર સાંજે 6 વાગ્યાથી રવિવારના અંત સુધી કોઈપણ પ્રકારનો હુમલો ન કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન પુતિને કહ્યું કે, તેમને આશા છે કે યુક્રેન પણ રશિયાના નિર્ણયનું સન્માન કરશે અને આ યુદ્ધવિરામમાં સહકાર આપશે. જો કે પુતિને સેનાને યુક્રેન તરફથી કોઈપણ હુમલા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. પુતિને રશિયાના સૈન્ય પ્રમુખ વાલેરી ગેરાસિમોવને આદેશ આપ્યો છે કે તેઓ રશિયન સૈનિકોને યુક્રેન દ્વારા યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનને રોકવા માટે તૈયાર રાખે.
ક્રેમલિને પુતિનના હવાલેથી જણાવ્યું, “રશિયા માનવીય વિચારોથી પ્રેરિત થઈને રવિવારથી સોમવાર સુધી ઈસ્ટર યુદ્ધવિરામની ઘોષણા કરે છે. હું આદેશ આપું છું કે આ સમયગાળા માટે તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકી દેવામાં આવે.” પુતિને આગળ કહ્યું, "અમે આશા રાખીએ છીએ કે યુક્રેનિયન પક્ષ અમારા ઉદાહરણનું અનુસરણ કરશે. સાથે જ, અમારા સૈનિકોને યુદ્ધવિરામના સંભવિત ઉલ્લંઘન અને દુશ્મનની તરફથી કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક કૃત્ય અથવા આક્રમણને રોકવા માટે તૈયાર રહેવું જોઈએ."
યુક્રેન પર પુતિનના આરોપ...
આ દરમિયાન પુતિને યુક્રેન પર ઘણા મોટા આરોપ પણ લગાવ્યા. રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, ગેરાસિમોવે તેમને જણાવ્યું છે કે યુક્રેને તાજેતરમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ન કરવાના કરારનું 100 થી વધુ વખત ઉલ્લંઘન કર્યું છે. આ પહેલાં રશિયાએ શુક્રવારે યુક્રેનના ઊર્જા સ્થળો પર હુમલો કરવા પર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, યુક્રેન અને રશિયા બંનેએ એકબીજા પર આ કરાર તોડવાનો આરોપ લગાવ્યો હતો.
યુક્રેનની ઈમાનદારી દેખાઈ જશે - પુતિન
પુતિને શનિવારે ઈસ્ટર યુદ્ધવિરામની ઘોષણા કરતાં કહ્યું, “આ યુદ્ધવિરામ પ્રસ્તાવ બતાવશે કે યુક્રેન, શાંતિ સમજૂતીઓનું પાલન કરવા અને શાંતિ વાર્તાની પ્રક્રિયામાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવવામાં કેટલું ઈમાનદાર છે.” નોંધનીય છે કે આ પહેલાં એપ્રિલ 2022 માં ઈસ્ટર અને જાન્યુઆરી 2023 માં ઓર્થોડોક્સ ક્રિસમસના અવસર પર પણ યુદ્ધવિરામ લાગુ કરવાની કોશિશો કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષો તેના પર સહમત થયા નહોતા.
કુર્સ્ક ક્ષેત્રમાં વધુ એક ગામ પર રશિયાનો કબજો...
આ પહેલાં શનિવારે જ રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયન સૈનિકોએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં પોતાના બચેલા છેલ્લા ઠેકાણાઓમાંથી એકથી યુક્રેનિયન સૈનિકોને પાછા હઠવા માટે મજબૂર કરી દીધા છે. રશિયાએ કહ્યું કે રશિયન દળોએ યુક્રેનની સરહદ પર સ્થિત ઓલેશ્ન્યા ગામ પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?