રશિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
રશિયાના કામચટકા ટાપુ પર 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર
ભૂકંપનો આચંકો
ભૂકંપનો આચંકો
રશિયાના દૂર પૂર્વમાં આવેલા કામચટકા દ્વીપકલ્પ પર ફરી એકવાર શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, આ ભૂકંપની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી, જે અત્યંત વિનાશકારી શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે, સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સ્થાનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા
કામચટકા ક્ષેત્રના ગવર્નર વ્લાદિમીર સોલોદોવે તાત્કાલિક ટેલિગ્રામ દ્વારા માહિતી આપી હતી કે, પૂર્વીય કિનારે સુનામીના ખતરાને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જોકે, સદ્ભાગ્યે, અત્યારસુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલો મળ્યા નથી. આ ઘટનાએ સ્થાનિક તંત્રને એલર્ટ કરી દીધું છે.
ગત શનિવારે પણ આવ્યો હતો ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, કામચટકા વિસ્તાર વિશ્વના સૌથી વધુ સિસ્મિક રીતે સક્રિય ઝોનમાંથી એક છે. અહીં પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ મળે છે, જેના કારણે ભૂકંપ સામાન્ય બાબત બની ગયા છે. આ જ કારણોસર અહીં વારંવાર ભૂકંપ આવે છે. આ ભૂકંપના થોડા સમય પહેલાં, શનિવારે પણ કામચટકાના દરિયાકાંઠે 7.4 મેગ્નિટ્યુડનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા શરૂઆતમાં 7.5 નોંધાઈ હતી.
આ પણ વાંચો: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.4ની તીવ્રતા નોંધાઈ
ભૂકંપથી સુનામીનો ભય ન હતો
જોકે, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા તે ભૂકંપથી સુનામીનો કોઈ ભય ન હોવાનું જણાવાયું હતું. આ બન્ને ભૂકંપોએ કામચટકા ક્ષેત્રના લોકોને ચિંતિત કર્યા છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય માટેની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. કામચટકામાં ભૂકંપનું આ વારંવાર આવવું એ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિનું પરિણામ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.