નેપાળમાં રાજકીય ઉથલપાથલ, Gen Z એ નેપાળ માથે લીધું
વડાપ્રધાને રાજીનામું આપ્યું, સંસદભવન સળગ્યું, સરકારી ઇમારતો પર હુમલો, જેલના કેદીઓ ભાગ્યા
Gen Z એ સંસદને ચાંપી આગ
Gen Z એ સંસદને ચાંપી આગ
નેપાળ હાલમાં રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શનોના માહોલમાં ઘેરાયેલું છે. 'જનરેશન Z'ના નામે ઓળખાતા યુવા પ્રદર્શનકારીઓ સતત બે દિવસથી સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ એટલો ઉગ્ર બન્યો કે તેણે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું, જેના પરિણામે અનેક સરકારી ઇમારતો અને વાહનોને આગ ચાંપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેમને સેનાના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વધતી હિંસા અને જનજીવન પર અસરરાજધાની કાઠમંડુમાં પરિસ્થિતિ અત્યંત તંગ છે, અને સુરક્ષા દળો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સંસદ ભવનને આગ ચાંપી દીધી છે. એટલું જ નહીં, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીના ખાનગી નિવાસસ્થાનો પર પણ હુમલાઓ અને તોડફોડ કરવામાં આવી છે. આ અથડામણો અને આગચંપીમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે.
જેલ તોડીને કેદીઓને મુક્ત કરાયાઆ હિંસક પ્રદર્શનો દરમિયાન પ્રદર્શનકારીઓએ જેલ પર હુમલો કર્યો અને જેલના દરવાજા તોડીને કેદીઓને મુક્ત કર્યા. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ વણસાવી છે.
નેતાઓ પર હુમલાવિરોધ પ્રદર્શનની આગમાં રાજકીય નેતાઓ પણ સળગી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરને આગ ચાંપવામાં આવી હતી, જેમાં તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ થયું છે. તેવી જ રીતે, ભૂતપૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને તેમના ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યો, જ્યારે નાણા મંત્રી બિષ્ણુ પૌડેલનો પીછો કરીને તેમને માર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પ્રદર્શનકારી તેમને છાતી પર લાત મારતો જોવા મળી રહ્યો છે.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું હોવાની અફવા ફેલાઈ હતી, જોકે તેમણે આ સમાચારને ખોટા ગણાવ્યા છે અને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વાતચીત માટે બોલાવ્યા છે. નેપાળની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.