PM મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે
મોદી દ્વિપક્ષીય મુલાકાત માટે આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથ દેશોના સંબંધો મજબૂત બનાવવા ચર્ચા કરાશે

PM મોદીનું આર્જેન્ટિનામાં ભવ્ય સ્વાગત

PM મોદીનું આર્જેન્ટિનામાં ભવ્ય સ્વાગત
PM મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ પ્રવાસમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત બાદ તેઓ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા છે. જ્યાં બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આર્જેન્ટિના મોદીની પાંચ દેશોની મુલાકાતનો ત્રીજો પડાવ છે. PM તરીકે મોદીની આ દેશની બીજી મુલાકાત છે, તેઓ 2018માં G20 સમિટ માટે ગયા હતા.
PM નરેન્દ્ર મોદી શુક્રવારે (ચોથી જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા. 57 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટિનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલેઇ સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત PM મોદી આર્જેન્ટિનાના બોકા જુનિયર્સ સ્ટેડિયમની મુલાકાત લેશે અને આર્જેન્ટિનાના ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી જોશે.
મોદીએ કહ્યું કે, ''આર્જેન્ટિના લેટિન અમેરિકામાં એક મુખ્ય આર્થિક ભાગીદાર છે અને G20માં નજીકનો સહયોગી છે અને તેઓ રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ સાથે ચર્ચા કરવા આતુર છે, જેમને તે ગયા વર્ષે મળ્યા હતા. અમે કૃષિ, ખનિજો, ઉર્જા, વ્યાપાર, પર્યટન, ટેકનોલોજી અને રોકાણના ક્ષેત્રો સહિત અમારા પરસ્પર ફાયદાકારક સહયોગને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું."
આર્જેન્ટિનામાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિઓને પણ મોદીએ મુલાકાત આપી હતી અને મોદીએ કહ્યું, ''ભારતીય સમુદાય તરફથી મળેલા ઉમદા સ્વાગતથી હું ખૂબ જ ખુશ છું. ઘરથી હજારો કિલોમીટર દૂર, આપણા ભારતીય સમુદાયમાં ભારતની ભાવના કેવી રીતે તેજસ્વી રીતે ઝળકે છે તે જોઈને ખરેખર હૃદયસ્પર્શી અનુભવ થાય.''
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.