જ્યોર્જિયામાં હાઈવે પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ
એન્જિન ફેલ થતા પાયલટે પરિવારને અંતિમ સંદેશ મોકલ્યો; રોડ પર ઉતરાણ છતાં ચમત્કારિક બચાવ

મોત સાથે પાયલટનો પનારો

મોત સાથે પાયલટનો પનારો
અમેરિકાના જ્યોર્જિયામાં આકાશમાંથી ઉતરેલા મોતના ભય વચ્ચે એક ચમત્કારિક ઘટના બની છે. રસ્તા પર દોડતા વાહનો અને ટ્રાફિક વચ્ચે એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પાયલટની સમજદારી અને નસીબના જોરે એક મોટી જાનહાનિ ટળી છે.
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં આવેલ ગેન્સવિલે એરપોર્ટ પરથી સામાન્ય દિવસની જેમ એક સિંગલ એન્જિન ધરાવતા 'હોકર બીચક્રાફ્ટ' વિમાને ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ આકાશમાં પાયલટને એન્જિનમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ હોવાનો અહેસાસ થયો હતો. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના રિપોર્ટ અનુસાર, એન્જિન ફેલ થવાને કારણે વિમાનની ઊંચાઈ ઘટવા લાગી હતી અને પાયલટ પાસે એરપોર્ટ સુધી પરત ફરવા માટે પૂરતો સમય કે પાવર નહોતો.
પાયલટનો ભાવુક સંદેશ: "કહેજો કે હું પ્રેમ કરું છું"જ્યારે પાયલટને લાગ્યું કે હવે વિમાન ગમે ત્યારે ક્રેશ થઈ શકે છે અને તેના બચવાની આશા નહિવત છે, ત્યારે તેણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને 'મે ડે' (કટોકટીનો સંદેશ) મોકલ્યો હતો. અત્યંત ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે પાયલટે કંટ્રોલ રૂમને વિનંતી કરી કે, "કદાચ હું ન બચું, પણ મારી પત્ની અને માતા-પિતાને કહેજો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું." આ સંદેશ સાંભળીને કંટ્રોલ રૂમમાં રહેલા અધિકારીઓ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
ધમધમતા હાઈવે પર ભયાનક ઉતરાણબપોરે અંદાજે ૧૨:૧૦ વાગ્યાની આસપાસ, પાયલટે વિમાનને જનવસ્તીવાળા વિસ્તારમાં પડતું બચાવવા માટે હાઈવે પર ઉતારવાનો અત્યંત જોખમી નિર્ણય લીધો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, હાઈવે પર ગાડીઓ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી ત્યારે જ અચાનક વિમાન રસ્તા પર લેન્ડ થયું.
લેન્ડિંગ દરમિયાન વિમાન રસ્તા પર જતી ત્રણ અલગ-અલગ ગાડીઓ સાથે અથડાયું હતું. વિમાનની એક પાંખ એક એસયુવી (SUV) ના પાછળના ભાગમાં જોરદાર રીતે ઘૂસી ગઈ હતી. ટ્રાફિક વચ્ચે વિમાન ફંગોળાતા જોઈને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ચમત્કારિક બચાવ: કોઈ જાનહાનિ નહીંઆટલી ગંભીર દુર્ઘટના હોવા છતાં, કુદરતની મહેરબાનીથી કોઈનું પણ મોત નીપજ્યું નથી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર પાયલટ અને રસ્તા પર જતી ગાડીઓના ચાલકોને માત્ર નજીવી ઈજાઓ પહોંચી છે. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યો હતો, જે તેના અગાઉના ભાવુક સંદેશ બાદ એક જીવતું જાગતું આશ્ચર્ય મનાય છે.
તપાસનો ધમધમાટહાલ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને NTSB દ્વારા આ સમગ્ર મામલે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનો મુખ્ય વિષય એ છે કે નવા ગણાતા આ વિમાનના એન્જિનમાં અચાનક આવી ખામી કેવી રીતે સર્જાઈ?
આ ઘટના પાયલટની સમયસૂચકતા અને ધીરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જો પાયલટે હિંમત હારીને વિમાનને રહેણાંક વિસ્તારમાં પડતું મૂક્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. જ્યોર્જિયાનો આ હાઈવે અત્યારે આ ચમત્કારિક બચાવની ગાથાનો સાક્ષી બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?