કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ, 12 મુસાફરના મોત
રુવાંટા ઉભા કરી દે તેવો પ્લેન ક્રેશ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ, પ્લેનમાં 72 મુસાફર હતા સવાર

કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ, પ્લેનમાં 72 મુસાફર હતા સવાર
અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાન પક્ષીઓના ટોળા સાથે અથડાયું હતું, જે બાદ તે ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેન લેન્ડ થતાંની સાથે જ આગના ગોળામાં ફેરવાતું જોવા મળે છે. પ્લેન ક્રેશમાં 12 મુસાફરના મોત થયા હોવાનું જાણવા મળે છે
અઝરબૈજાન એરલાઇન્સ (AZAL) નું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનના અક્તાઉમાં ક્રેશ થયું. વિમાનમાં 62 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, અકસ્માતનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચેની અથડામણ હોવાનું માનવામાં આવે છે. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે બચાવ પ્રયાસો ચાલુ છે અને ક્રેશના કારણ અંગે વધુ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
કઝાકિસ્તાનના કટોકટીની સ્થિતિ મંત્રાલયે જણાવ્યું હતું કે 52 બચાવ કાર્યકરો અને 11 સાધનો કઝાકિસ્તાનના અક્તાઉમાં ક્રેશ સાઇટ પર પહોંચી ગયા છે. પીડિતો વિશે જાણકારી આપવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ થોડા લોકો બચી ગયા હતા.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના એરપોર્ટની ખૂબ નજીક બની હતી. વિમાને કથિત રીતે ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરતા અનેક વર્તુળો કર્યા, પરંતુ અચાનક અટકી ગયું અને ક્રેશ થયું હતું.કેટલાક લોકો વિમાનના પાછળના ભાગમાં સ્થિત ઈમરજન્સી એક્ઝિટમાંથી ઉતરતા જોવા મળ્યા હતા.
ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ Flightradar24 ના ડેટા દર્શાવે છે કે વિમાન ક્રેશ થયું તે પહેલા તે કેસ્પિયન સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું. તે ચેચન્યામાં તેના મુકામ તરફ આગળ વધી રહ્યું હતું. આ ઘટના બુધવારે સવારે 6:28 વાગ્યે UTC (11:58 a.m.) પર બની હતી. વિમાન એરપોર્ટથી થોડા કિલોમીટર દૂર અને કેસ્પિયન સમુદ્રના કિનારે ક્રેશ થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?