સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની ડંફાસ!
પાકિસ્તાની મંત્રીએ ભારતને ધમકી આપતાં કહ્યું- 'પાણીને અડશો તો હાથ કાપી નાખીશું'

AI જનરેટેડ

AI જનરેટેડ
Indus Waters Treaty Pakistan Threatens India Water Dispute : સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાન તરફથી ફરી એકવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનબાજી શરૂ થઈ છે.પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતને ધમકી આપતા જણાવ્યું છે કે,જો કોઈ પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેઓ 'હાથ કાપી નાખશે'આ સાથે જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પણ તાજેતરમાં જ ભારત સામે યુદ્ધ છેડવાની ધમકી આપી હતી.ભારતે એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ 1960 ના દાયકાની જૂની કરાર પ્રક્રિયાને સ્થગિત કરી દીધી છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી થતા આતંકવાદ પર કડક અને નક્કર કાર્યવાહી નહીં કરે,ત્યાં સુધી આ સંધિ પર કોઈ સહયોગ આગળ વધશે નહીં.
પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને લઈને તણાવ
મુસાદિક મલિકનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને લઈને તણાવ વધ્યો છે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ હેઠળની કેટલીક સહયોગી પ્રક્રિયાઓને અસ્થાયી રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે.
પાકિસ્તાન પોતાના પાણીના હક્કોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ
માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરાર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મુસાદિક મલિકે કહ્યું કે પાકિસ્તાન પોતાના પાણીના હક્કોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના પાણીમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ સ્વીકારવામાં આવશે નહીં.તેમના નિવેદન દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાના હકોની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં ભરશે.
પહેલગામ હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યુ હતુ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું.ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે,લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.આ નીતિના ભાગરૂપે ભારતે 1960 જળ સંધિને સ્થગિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.ભારતનું વલણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપવાનું બંધ નહીં કરે,ત્યાં સુધી તેને જળ સંધિનો લાભ મળવો જોઈએ નહીં.
મુસાદિક મલિકે સિંધુ જળ સંધિ પર આપી ધમકી
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ,મુસાદિક મલિકે આ મુદ્દાને હવે વૈશ્વિક મંચ પર લઈ જવાની ધમકી આપી છે. તેમણે યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોનો સહારો લેવાની વાત કરી છે.પાકિસ્તાન દાવો કરે છે કે તેમની 40% થી 50% વસ્તી ખેતી પર નિર્ભર છે અને ભારત દ્વારા પાણી રોકવાથી તેમની ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થા જોખમમાં મુકાશે.જોકે,પાકિસ્તાન એ ભૂલી રહ્યું છે કે આ સમગ્ર વિવાદના મૂળમાં ભારતની સુરક્ષા અને પાકિસ્તાન દ્વારા સતત ચલાવવામાં આવતો આતંકવાદ છે.પાકિસ્તાન ક્યારેય ભારતને એ ખાતરી આપવામાં સફળ રહ્યું નથી કે તે પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થતો અટકાવશે.
ઉપનદીઓનો પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ યથાવત
બીજી તરફ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે સિંધુ નદીનું સંપૂર્ણ પાણી રોક્યું નથી.સિંધુ નદી અને તેની ઉપનદીઓનો પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ યથાવત ચાલુ છે.જોકે,ભારતે સિંધુ જળ સંધિ હેઠળ બંને દેશો વચ્ચે ચાલતી સહયોગ વ્યવસ્થાને સ્થગિત કરી છે.અગાઉ બંને દેશો પાણીના પ્રવાહ, બંધ,વિવિધ પ્રોજેક્ટ અને જળ વ્યવસ્થાપન અંગે નિયમિત માહિતી અને સંદેશાઓની આપ-લે કરતા હતા,જે હાલ સ્થગિત કરવામાં આવી છે
ભારત કોઇ પણ પ્રકારે સમજૂતી કરવા તૈયાર નહીં
વિશ્વ બેંકની મધ્યસ્થીથી 1960 થયેલી આ સંધિ વર્ષોથી સિંધુ અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણીનું માધ્યમ રહી છે.પરંતુ પાકિસ્તાનની આતંકવાદી નીતિઓએ ભારતને આ કડક નિર્ણય લેવા મજબૂર કર્યું છે.ભારત હવે સિંધુના પાણીનો ઉપયોગ પોતાની જરૂરિયાત મુજબ અને યોગ્ય ગણાય તે રીતે કરવા માટે કટિબદ્ધ છે.પાકિસ્તાનની આ ધમકીઓ માત્ર તેમની હતાશા દર્શાવે છે,કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ મુદ્દે એકલવાયું પડેલું પાકિસ્તાન હવે પાણીના બહાને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.જોકે,ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી.
પાકિસ્તાન સિંધુ જળ સંધિ પર સેમિનાર યોજશે
પાકિસ્તાનના મંત્રીઓએ જાહેરાત કરી કે ઇસ્લામાબાદ મંગળવારે સિંધુ જળ સંધિ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરશે. તરારએ જણાવ્યું હતું કે કાયદાકીય નિષ્ણાતો, પાણી નિષ્ણાતો અને વિદેશી પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી ચૂક્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?