પાકિસ્તાનની સંસદમાં જ ભોંઠાપણું, સાંસદે PM ને ડરપોક કહ્યા, ભારતના પ્રહારથી પાકિસ્તાનમાં હડકંપ
પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસો બાદ પાકિસ્તાનની સંસદમાં જ વડાપ્રધાનને ડરપોક કહેતો એક વીડિયો વાયરલ થયો...

પોતાની જ સંસદમાં ઉઘાડું પડ્યું પાકિસ્તાન...

પોતાની જ સંસદમાં ઉઘાડું પડ્યું પાકિસ્તાન...
ભારત દ્વારા સફળતાપૂર્વક હાથ ધરાયેલા 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસોને કારણે વિશ્વભરમાં પાકિસ્તાન મજાકનું પાત્ર બન્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સંસદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાંસદ પોતાના જ PM ને ડરપોક કહી રહ્યા છે. ભારતના વળતા પ્રહાર બાદ પાકિસ્તાનના સાંસદો પોતાની સરકારને જાહેરમાં ખખડાવવાનું શરૂ કરી ચૂક્યા છે. શુક્રવારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સાંસદ શાહિદ ખટ્ટરે પોતાની જ સરકારને આડે હાથ લીધી છે.
પાકિસ્તાની સાંસદનો વીડિયો વાયરલ...
આ વીડિયોમાં સાંભળી શકાય છે કે કેવી રીતે ત્યાંના સાંસદ પાક PM શહેબાઝ શરીફને બુઝદિલ કહી રહ્યા છે. પાકિસ્તાનના આ સાંસદે કહ્યું કે, અમારા PM તો ભારતના PM નરેન્દ્ર મોદીનું નામ પણ નથી લઈ શકતા, તેમને ડર લાગે છે. આવા PM કે નેતા પોતાની સેનાને શું સંદેશ આપી શકે છે.
પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ...
તમને જણાવી દઈએ કે, ગત ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેના તમામ નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં માત્ર બે F-16 ફાઇટર જેટ સહિત પાકિસ્તાનના 4 ફાઇટર જેટને તોડી પાડ્યા જ નહીં, પરંતુ પાકિસ્તાનના પંજાબમાં એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનને પણ નષ્ટ કરી દીધું હતું. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને પહોંચાડવામાં આવેલા આ જોરદાર ફટકાથી પાકિસ્તાનની હવાઈ નિગરાની અને યુદ્ધક્ષેત્રમાં તેની ક્ષમતાઓને મોટો ફટકો લાગ્યો છે. પાકિસ્તાનનું AWACS તબાહ થવાથી પાકિસ્તાન એક રીતે અંધ બની ગયું છે.
પાકિસ્તાનના આ શહેરોમાં ભારે નુકસાન...
પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલો કરવાની હિંમત કર્યા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનના ઘણા શહેરો પર મિસાઇલો છોડી, જેનાથી ત્યાં ભારે નુકસાન થયું છે. જો કે, હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી કે કેટલું નુકસાન થયું છે, પરંતુ ત્યાંના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. ભારતીય મિસાઇલોએ ત્યાં ભારે તબાહી મચાવી છે અને પાકિસ્તાનના ઘણા શહેરોમાં ધુમાડો જ ધુમાડો દેખાઈ રહ્યો છે. સૌથી વધુ લાહોર, ઇસ્લામાબાદ, કરાચી, સિયાલકોટ અને બહાવલપુરમાં સૌથી વધુ નુકસાન થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?