પાકિસ્તાનનું લાહોર બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું, લોકોમાં નાસભાગ
મિસાઇલથી હુમલો થયો હોવાનો દાવો, એરપોર્ટ બંધ કરાયુ

મિસાઇલથી હુમલો થયો હોવાનો દાવો, એરપોર્ટ બંધ કરાયુ

મિસાઇલથી હુમલો થયો હોવાનો દાવો, એરપોર્ટ બંધ કરાયુ
પાકિસ્તાનના લાહોર બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું છે. સતત 3 વિસ્ફોટ થતાં પાકિસ્તાન હચમચી ગયું, છે. લાહોરમાં મિસાઇલ હુમલાનો દાવો કરાયો છે. હુમલો એરપોર્ટ પાસે થયો છે જેથી તત્કાળ લાહોર એરપોર્ટ બંધ કરી દેવાયું છે.
પાકિસ્તાનના લાહોર શહેરમાં અનેક વિસ્ફોટોના અહેવાલો છે. વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. સમાચાર એજન્સી રોઇટર્સે ત્યાં હાજર સાક્ષીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. વિસ્ફોટોને કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે. લાહોર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, આજે પાકિસ્તાનના લાહોરના વોલ્ટન, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા છે. હાલ બચાવ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સતત ત્રણ વિસ્ફોટ થયા હતા.
વોલ્ટન એરપોર્ટ નજીક, લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં વોલ્ટન રોડ પર અનેક વિસ્ફોટો સંભળાયા. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને કહ્યું કે તેમણે ધુમાડાના ગોટા જોયા. પોલીસ અને બચાવ ટીમો વોલ્ટન રોડ પર પહોંચી ગઈ છે. લોકોને વિસ્ફોટ સ્થળ પર જવાથી રોકવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?