પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક: અનેક મોત
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે જંગ જેવી સ્થિતિ: સરહદ પાર હિંસક હુમલા

અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક

અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગિરાવટ જોવા મળી રહી છે. પાકિસ્તાન એરફોર્સ (PAF) દ્વારા અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘૂસીને કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ડઝનબંધ લોકોના મોત થયા છે.
પાકિસ્તાનનો દાવો છે કે તેણે આતંકી સંગઠનોને નિશાન બનાવ્યા છે, જ્યારે અફઘાનિસ્તાને આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય નાગરિકોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.
આતંકવાદનો બદલો
પાકિસ્તાની માહિતી મંત્રી અતાઉલ્લા તરારે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાને સાત આતંકી ઠેકાણાઓ પર 'ઈન્ટેલિજન્સ બેઝ્ડ' હુમલા કર્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાજેતરમાં ઈસ્લામાબાદની એક મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલા (જેમાં 31 લોકોના મોત થયા હતા) પાછળ અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકીઓનો હાથ હતો. રમઝાન મહિનાની શરૂઆતથી અત્યાર સુધી પાકિસ્તાન પર ત્રણ મોટા આતંકી હુમલા થયા છે, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનનો ગંભીર આક્ષેપ
અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "પાકિસ્તાને નાંગરહાર અને પક્તિકા પ્રાંતોમાં રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કર્યો છે.
આ હુમલામાં નિર્દોષ નાગરિકો, મહિલાઓ અને બાળકો શહીદ થયા છે." તાલિબાન શાસને આ હુમલાની આકરી નિંદા કરી છે અને તેને અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો ગણાવ્યો છે.
#Breaking : પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક,
— Benefit News 24 (@BenefitNews24) February 22, 2026
TTP અને આતંકી કેમ્પને નિશાન બનાવ્યાનો પાકિસ્તાની સેનાનો દાવો,
હુમલામાં એક જ પરિવારના 16 લોકોનાં મોત, મહિલાઓ અને બાળકો પણ સામેલ,
તાજેતરના આત્મઘાતી હુમલાનો બદલો હોવાનો પાકિસ્તાનનો દાવો. #Pakistan… pic.twitter.com/Ose8GxZz5L
પાક. સેનાની ચેતવણી
પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અફઘાન તાલિબાન શાસનને વારંવાર વિનંતી કરવા છતાં તેઓ પોતાની ધરતી પર પલતા આતંકીઓ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
પાકિસ્તાને સ્પષ્ટ કર્યું કે તેના નાગરિકોની સુરક્ષા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આતંકી અડ્ડાઓ પર સચોટ નિશાન સાધવામાં આવ્યું છે.
2021માં તાલિબાનના સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે સરહદી અથડામણો વધી છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંક ફેલાવવા માટે કરવામાં આવે છે, જ્યારે તાલિબાન આ વાતનો સતત ઇનકાર કરી રહ્યું છે. હાલમાં સરહદ પર ભારે તણાવની સ્થિતિ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?