પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, 5 ની ધરપકડ
આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક પદાર્થ મળ્યો

બલૂચિસ્તાનમાં બે આતંકવાદીઓ ઠાર

બલૂચિસ્તાનમાં બે આતંકવાદીઓ ઠાર
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા ત્રણ દિવસમાં બે અલગ-અલગ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી છે.
ISPR એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શનિવારે પ્રાંતના પિશિન જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ઓપરેશન દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે.
એક ખાનગી ન્યૂઝ એજન્સિએ ISPRના નિવેદનને ટાંકીને કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતા. તેઓ સુરક્ષા દળો તેમજ નાગરિકોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.
ISPRએ જણાવ્યું કે ગુરુવારે બીજું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બલૂચિસ્તાનના ઝોબ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. વિસ્તારમાં સર્ચ દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?