જર્મનીમાં બેકાબૂ કારનો આતંક, 70 લોકોને કચડ્યા
પોલીસે સંદિગ્ધ આતંકવાદી હુમલાની શક્યતા સેવી

જર્મનીમાં બેકાબૂ કારનો આતંક, 70 લોકોને કચડ્યા

જર્મનીમાં બેકાબૂ કારનો આતંક, 70 લોકોને કચડ્યા
જર્મનીમાં બેકાબૂ બનેલી કારના આતંકથી લોકો ફફડી ઉઠ્યા છે. આ કાર એટલી સ્પીડમાં હતી કે તેણે એક માર્કેટમાં 70થી વધુ લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ક્રિસમસ સેલિબ્રેશનના થોડા દિવસ પહેલા બની હતી. આવી સ્થિતિમાં, સ્થાનિક પોલીસ પણ આ ઘટનાની શંકાસ્પદ આતંકવાદી હુમલો તરીકે તપાસ કરી રહી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ભૂલથી થયું છે કે જાણી જોઈને કરવામાં આવ્યું છે. જર્મન પોલીસ હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે આ અકસ્માત જર્મનીના મેગડેબર્ગ શહેરમાં થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મનીના આ માર્કેટમાં જ્યારે એક અનિયંત્રિત સ્પીડિંગ કારે લોકોને કચડી નાખ્યા ત્યારે ત્યાં ક્રિસમસની ખરીદી માટે હાજર લોકોની મોટી ભીડ હતી. જેના કારણે આ ઘટનામાં વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રારંભિક તપાસમાં જે બહાર આવ્યું છે તે એ છે કે આરોપીએ જાણીજોઈને લોકોને અડફેટે લીધા છે. તેનો હેતુ શક્ય તેટલા લોકોને નુકસાન પહોંચાડવાનો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોમાંથી 15ની હાલત સૌથી ગંભીર છે.
જર્મન પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસે નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હવે અત્યારે અન્ય કોઈ પ્રકારનો ખતરો નથી. સામાન્ય જનતા હવે કોઈપણ ડર વગર ગમે ત્યાં આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?