પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પાણી નહીં, અભિનેત્રી હિના બયાતે પાકિસ્તાનની હકીકત કરી ઉજાગર
યૌમ-એ-તકબીર ઉજવતા પાકિસ્તાનમાં અભિનેત્રી હિના બયાતે કરાચી એરપોર્ટ પર પાણી ન મળવાને લઈને સરકારને આડે હાથ લીધા હતા.

અભિનેત્રી હિના બયાત

અભિનેત્રી હિના બયાત
પાકિસ્તાનમાં 28 મેના રોજ “યૌમ-એ-તકબીર” તરીકે ઉજવવામાં આવે છે. 1998માં આ દિવસે દેશે પરમાણુ પરીક્ષણ કરી દુનિયાને ચોંકાવ્યું હતું. PM શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરે પણ આ તહેવાર દરમિયાન પરમાણુ શક્તિના દાવા કર્યા. પરંતુ એક વાસ્તવિકતા એ છે કે, દેશમાં સાર્વજનિક સેવાઓની હાલત વેન્ટિલેટર પર છે - તેમ જાણીતી અભિનેત્રી હિના ખ્વાજા બયાતે જણાવ્યું છે.
કરાચી પાકિસ્તાનનું જુનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે - ત્યાં પાણી નહીં મળવાથી વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેમણે કહ્યું કે, “એક તરફ અમે પરમાણુ બોમ્બના દાવા કરીએ છીએ, બીજી તરફ એરપોર્ટમાં બાથરૂમમાં પાણી પણ નથી. લોકો ત્રાસી રહ્યા છે.”
હિના બયાતે એમ પણ કહ્યું કે, “શું ફક્ત પરમાણુ શક્તિથી દેશ વિકસિત થઈ શકે છે? નહીં! અમે પાયાની સમસ્યાઓથી ભાગીશું નહીં.” હિનાએ એર સિયાલ એરલાઈન્સ પર પણ દુર્વ્યવસ્થાનો આરોપ મૂક્યો અને કહ્યું કે, લોકોને તેમના હકો માટે અવાજ ઉઠાવવો જોઈએ.
તેમણે કહ્યું કે "જ્યાં લોકો પાસે પાણી, સારું મેનેજમેન્ટ, સુવિધાઓ જ નથી, ત્યાં દેશની પરમાણુ શક્તિનો ગૌરવ ખાલી શોખ સમાન છે. વાસ્તવિક પ્રશ્નો પર દ્રષ્ટિ આપવાની જરૂર છે."
હિનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત રીતે વાયરલ થયો છે. ઘણા લોકો એ હિનાની સાહસભરેલી ટીકા માટે પ્રશંસા કરી છે. તો કેટલાકે કહ્યું કે, પરમાણુ શક્તિ અને એરપોર્ટની પાણીની સમસ્યા વચ્ચે તુલના યોગ્ય નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?