હિન્દુ રાષ્ટ્રની માંગ સાથે Nepal માં રાજાશાહી સમર્થકોનું ઉગ્ર પ્રદર્શન, PM નિવાસને ઘેર્યું
આંદોલનકારીઓએ PM નિવાસ અને સંસદ ભવનને ઘેરી લીધા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું...

ભારે સુરક્ષા છતાં રાજાશાહી સમર્થકો બેકાબૂ...

ભારે સુરક્ષા છતાં રાજાશાહી સમર્થકો બેકાબૂ...
નેપાળ (Nepal)માં રાજાશાહી સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)ના સેંકડો નેતાઓ અને કાર્યકરોએ રવિવારે ફરી એકવાર રાજાશાહીની પુનઃસ્થાપના અને દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કર્યું. આંદોલનકારીઓએ આ દરમિયાન PM નિવાસ અને સંસદ ભવનને ઘેરી લીધા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું. ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પ્રદર્શનકારીઓએ પ્રતિબંધિત વિસ્તારોમાં આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લગભગ 1,500 પ્રદર્શનકારીઓ બિજુલીબજાર-બાનેશ્વર વિસ્તારમાં એકઠા થયા અને "ગણતંત્ર મુર્દાબાદ", "અમને રાજાશાહી જોઈએ", "ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ" અને "નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો" જેવા સૂત્રો પોકાર્યા. તેમના હાથમાં આ સૂત્રોવાળા બેનરો અને પોસ્ટરો પણ હતા. પ્રદર્શનનું નેતૃત્વ RPP અધ્યક્ષ રાજેન્દ્ર લિંગડેન, વરિષ્ઠ નેતા પશુપતિ શમશેર રાણા અને નેપાળના ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ધ્રુવ બહાદુર પ્રધાન સહિત ઘણા નેતાઓએ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ નિષેધાજ્ઞાનો ભંગ કરીને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશવાની જાહેરાત કર્યા બાદ કાઠમંડુના નયાં બાનેશ્વર, બિજુલીબજાર, મૈતીઘર, ભદ્રકાલી અને બાલુવાટર વિસ્તારોમાં હજારો રમખાણ નિયંત્રણ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પહેલાં રવિવારે સવારે કાઠમંડુના નયાં બાનેશ્વર વિસ્તારમાં દેશભરમાંથી આવેલા હજારો શાળાના શિક્ષકોએ પ્રદર્શન કર્યું હતું. તેમણે શિક્ષણ ક્ષેત્રે સુધારા અને પગાર-ભથ્થામાં વધારાની માંગ કરી હતી. રાજાશાહી સમર્થક પ્રદર્શનકારીઓ કાઠમંડુના ત્રણ અલગ-અલગ સ્થળોએ એકઠા થયા અને પોલીસના સુરક્ષા ઘેરાને તોડીને પ્રતિબંધિત વિસ્તારોમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સેંકડો પ્રદર્શનકારીઓએ ભદ્રકાલી વિસ્તારમાં પ્રદર્શન કર્યું હતું, જ્યાં સચિવાલય ભવન અને PM કાર્યાલય આવેલું છે. અન્ય એક જૂથ સંસદ ભવન સામે પ્રદર્શન કરી રહ્યું હતું. RPPએ જાહેરાત કરી છે કે તે પોતાની માંગણીઓને લઈને અનિશ્ચિતકાલીન આંદોલન ચાલુ રાખશે, જેનો ઉદ્દેશ્ય દેશમાં રાજાશાહીની પુનઃસ્થાપના કરવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રિયાધ, દમ્મામ અને જેદ્દાહની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી રદ! એક ભારતીયના મોત અને 11 ભારતીયોના ઘાયલ થવાના અહેવાલો વચ્ચે મુસાફરો માટે શું છે નવી સ્થિતિ?

ટ્રમ્પને પુતિન સાથે વાત કરવી સરળ, પણ ઝેલેન્સકી સાથે કેમ મુશ્કેલી? રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી!

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…