નેપાળમાં સોશિયલ મીડિયા પર બેન: Gen-Zનું પ્રદર્શન
Gen-Z સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઊભા રહ્યા, સંસદમાં ઘૂસતાં થયું ફાયરિંગ
Gen-Zનું પ્રદર્શન
Gen-Zનું પ્રદર્શન
નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે એક નાજુક અને તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે Gen-Z યુવાનોએ સરકારના સોશિયલ મીડિયા બૅન વિરૂદ્ધ મોટાપાયે આંદોલન શરૂ કર્યું. આ બળવાખોરી એટલી ઉગ્ર બની કે, યુવાનો સંસદ ભવનમાં ઘૂસી ગયા, જેને રોકવા માટે સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું. જેમાં 16 વિદ્યાર્થીના મોત થયા અને 100થી વધુ યુવાન ઈજાગ્રસ્ત થયા.
અમારી આઝાદી પાછી આપો
આંદોલન કરનારા વિદ્યાર્થીઓમાંથી વધુને વધુ યુવાનો એવાં છે જેઓ 1995 પછી જન્મેલા Gen-Z પેઢીના છે, જે ઈન્ટરનેટ, ટેક્નોલોજી અને વૈશ્વિક ન્યાયપ્રણાલી પ્રત્યે અવગત છે. તેઓએ સરકાર વિરુદ્ધ "અમારી આઝાદી પાછી આપો" જેવા નારા લગાવ્યા અને ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નિષ્ફળ શાસન સામે અવાજ ઊંચો કર્યો.
26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ
નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, , રેડિયેટ, ટ્વીટર સહિત કુલ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ પછી ડિજિટલ નાગરિક તરીકે ઓળખાતા Gen-Z યુવાનો દેશભરમાં રેલી, સૂત્રોચ્ચાર અને ધરણાં કરીને વિરોધ નોંધાવી રહ્યા છે.
મૈતીઘર સહિતના વિસ્તારમાં કરફ્યૂ
પ્રદર્શનકાળ દરમિયાન કાઠમંડુના મૈતીઘર સહિતના વિસ્તારને કરફ્યૂ હેઠળ રાખવામાં આવ્યો હતો. જોકે છતાં પણ યુવાનો સંસદ ભવનમાં ઘૂસી ગયા, જેને પગલે પોલીસે ટિયર ગેસ શેલ છોડ્યા અને અંતે લાઈવ ફાયરિંગ પણ થયું. સરકારે ફોન અને ઈન્ટરનેટની સેવાઓ બંધ કરી દીધી હતી જેથી માહિતી અને સંપર્કનો પ્રવાહ બંધ રહી શકે. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે, સરકાર સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં જાગૃતિ અને એકતા ઊભી થતા ડરી ગઈ છે અને આ બેન કેવળ આઝાદ અવાજ દબાવવાની કવાયત છે.
ભ્રષ્ટાચાર, બેરોજગારી સામે પણ આંદોલન
પરંતુ આ આંદોલન ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધ માટે નથી. યુવાનોના જણાવ્યા પ્રમાણે, આ તો ભ્રષ્ટાચાર, બેરોજગારી, રોજગારની અછત અને રાજકીય અસમાનતાના લાંબા ગાળાના સંઘર્ષનો વિસ્ફોટ છે. વિદ્યાર્થીઓ અને યુવાનો કહે છે કે, તેઓની પેઢી શિક્ષિત હોવા છતાં ગલ્ફ દેશોમાં નોકરી શોધી રહી છે, જ્યારે રાજકારણીઓના સંતાનો વૈભવી કારમાં ફરતાં જોવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફઝલ શકુર ખાનને અજાણ્યા લોકો કથિત રીતે લઈ ગયા હોવાના અહેવાલ.

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.