રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર ખૂની હુમલો
ઉફાની મેડિકલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં ઘૂસીને ચાકુબાજી; 1 વિદ્યાર્થીની હાલત નાજુક.

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો
રશિયાના ઉફા શહેરમાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના કેમ્પસમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક 15 વર્ષીય કિશોરે યુનિવર્સિટીની ડોર્મિટરી (હોસ્ટેલ)માં ઘૂસીને અંધાધૂંધ ચાકુબાજી કરી, જેમાં અભ્યાસ કરી રહેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓ લોહીલુહાણ થયા છે. રશિયામાં સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે.
હુમલો કેવી રીતે થયો?
પ્રાપ્ત વિગતો મુજબ, શનિવારે 7 ફેબ્રુઆરીના રોજ એક સગીર હુમલાખોર અચાનક હોસ્ટેલના રૂમમાં ઘૂસી ગયો હતો. વિદ્યાર્થીઓ કંઈ સમજે તે પહેલા જ તેણે છરી વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ઓચિંતા થયો હતો કે વિદ્યાર્થીઓને બચાવની તક જ મળી નહોતી. જ્યારે સ્થાનિક પોલીસ તેને પકડવા પહોંચી, ત્યારે આરોપીએ બે પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. અંતે પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોતાની જાતને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર, આ હુમલાખોર પ્રતિબંધિત 'નિયો-નાઝી' સંગઠન સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. હુમલા દરમિયાન તે કથિત રીતે રાષ્ટ્રવાદી નારા લગાવી રહ્યો હતો, જે સૂચવે છે કે આ ટાર્ગેટેડ હેટ ક્રાઈમ હોઈ શકે છે. રશિયન ગૃહ મંત્રાલયે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
An unfortunate incident of attack has occurred in Ufa. Several persons including four Indian students have been injured. The Embassy is in touch with the authorities and the officials from the Consulate in Kazan are on their way to Ufa to provide assistance to the injured…
— India in Russia (@IndEmbMoscow) February 7, 2026
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું છે કે, "કાઝાન સ્થિત ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓ તાત્કાલિક ઉફા જવા રવાના થયા છે. અમે રશિયન અધિકારીઓના સતત સંપર્કમાં છીએ અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ." ઘાયલ ચાર વિદ્યાર્થીઓમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે રશિયામાં અભ્યાસ કરતા અન્ય ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ફાળ પડી છે. હાલ યુનિવર્સિટી કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હુમલો કરનારની વધુ માહિતી સામે આવી રહી છે કે તે 15 વર્ષીય સગીર હતો. સમગ્ર ઘટના બાદ હુમલાખોરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને હવે તે હોસ્પિટલમાં દાખલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?