ઈન્ડોનેશિયાના જકાર્તામાં ભીષણ આગ
જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં બેટરીમાંથી લાગેલી આગમાં 20 લોકોના મોત

જકાર્તામાં આગ

જકાર્તામાં આગ
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક દુર્ઘટના બની હતી. મધ્ય જકાર્તાના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી એક 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવીએ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જેમાં 5 પુરુષ અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલાક લોકોના મોતથી ગુંગળામણને કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ બપોરના સમયે લાગી હતી, જેના કારણે આખી ઈમારતમાંથી ધુમાડાના ગોટે-ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા અને આસપાસના લોકો તેમજ ઓફિસ કર્મચારીઓમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી.
આગ લાગવાનું કારણ અને કાર્યવાહી
જકાર્તા પોલીસના જણાવ્યા અનુસાર, આગ લાગવાની શરૂઆત ઈમારતના પહેલા માળે રાખેલી બેટરીઓમાંથી થઈ હતી. ઈમારતના કર્મચારીઓએ શરૂઆતમાં આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. બેટરીઓમાં લાગેલી આ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈને સાતમા માળ સુધી પહોંચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઘણા કલાકોની ભારે જહેમત બાદ અંતે જકાર્તા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.
મૃત્યુઆંક વધવાની ગંભીર શક્યતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભીષણ આગની ઘટના બાદ હાલ પણ કેટલાક લોકો ઈમારતની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. આ કારણોસર, મૃત્યુઆંક વધવાની શક્યતા છે. જકાર્તા ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ઇમારતની એક-એક મંજિલની સઘન તપાસ કરી રહી છે, જેથી કોઈ ફસાયેલા વ્યક્તિને શોધી શકાય અને ચોક્કસ મૃત્યુઆંકની પુષ્ટિ કરી શકાય. આ દુર્ઘટનાને પગલે સુરક્ષાના ધોરણો અને બેટરી સ્ટોરેજ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?