Pakistan માં ફરી આતંકી હુમલો, 90 સૈનિકોના મૃત્યુનો દાવો
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં મોટો વિસ્ફોટ થયો, જેમાં 90 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે...

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, સુરક્ષા દળોને નિશાન બનાવાયા...

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, સુરક્ષા દળોને નિશાન બનાવાયા...
ટ્રેન હાઇજેકિંગ પછી, પાકિસ્તાનમાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. પાકિસ્તાન ફરી એક નવા ધડાકાથી હચમચી ગયું છે. આ વિસ્ફોટમાં 90 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના એક યુવા નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રવિવારે અશાંત દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં આ વિસ્ફોટ થયો હતો, જ્યાં સુરક્ષા દળોને લઈ જતી બસ પાસે રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ અધિકારીઓ માર્યા ગયા છે અને 10 અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક પોલીસ વડા ઝફર ઝમાનાનીએ જણાવ્યું હતું કે આ હુમલો બલુચિસ્તાનના નૌશ્કી જિલ્લામાં થયો હતો. તેમણે કહ્યું કે, વિસ્ફોટમાં નજીકમાં આવેલી બીજી બસને પણ ભારે નુકસાન થયું હતું. મૃતકો અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ હુમલાની નિંદા કરી છે. કોઈએ તાત્કાલિક જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકા પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી પર આવે છે, જેણે થોડા દિવસો પહેલા એક ટ્રેન પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 400 લોકોને બંધક બનાવ્યા હતા અને 26 લોકોની હત્યા કરી હતી.
બલુચિસ્તાન પોસ્ટે કર્યો દાવો, 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા...
બલુચિસ્તાન પોસ્ટે એવો પણ દાવો કર્યો છે કે આ હુમલામાં 90 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. આ દાવો બલુચિસ્તાને BLA ને ટાંકીને કર્યો છે. ઉપરાંત, વિસ્ફોટ પછીની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
પાકિસ્તાનને બલોચ પર શંકા છે...
પાકિસ્તાનને આ વિસ્ફોટ પાછળ બલૂચ આર્મીનો હાથ હોવાની શંકા છે. તેલ અને ખનિજોથી સમૃદ્ધ બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. વંશીય બલૂચ રહેવાસીઓ લાંબા સમયથી કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા આવ્યા છે - જે આરોપ ઇસ્લામાબાદ નકારે છે. બલૂચ લિબરેશન આર્મી કેન્દ્ર સરકાર પાસેથી સ્વતંત્રતાની માંગ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?