હનુક્કા દરમિયાન ઓસ્ટ્રેલિયાના બીચ પર માસ શૂટિંગ
ઓસ્ટ્રેલિયામાં ગોળીબારના પગલે બીચ ખાલી કરાયો, આડેધડ ફાયરિંગથી અનેકના મોત

ઓસ્ટ્રેલિયા બીચ પર માસ શૂટિંગ

ઓસ્ટ્રેલિયા બીચ પર માસ શૂટિંગ
ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત પ્રખ્યાત બોન્ડી બીચ પર રવિવારે સાંજે (સ્થાનિક સમય 6:40 વાગ્યે) ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના ત્યારે બની જ્યારે બીચ પાસે હનુક્કા (Hanukkah) તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો એકઠા થયા હતા. પરિવાર અને નજીકના લોકો માટે આ ખુશીનો સમય એકપળમાં શોકમાં ફેરવાઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કાળા રંગના પોશાકમાં સજ્જ બે બંદૂકધારીઓ બોન્ડી પેવેલિયન સાથે જોડાયેલા એક ફૂટબ્રિજ પરથી કેમ્પબેલ પેરેડ તરફ એકઠા થયેલા લોકોના ટોળા પર રાઇફલથી આડેધડ 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.
ગોળીબાર શરૂ થતાં જ હજારો લોકો ચીસો પાડતા અને જીવ બચાવવા માટે આસપાસ દોડવા લાગ્યા હતા. નોર્થ બોન્ડીના ઘાસના મેદાનમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત અને સ્થિર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.
ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસે ટૂંક સમયમાં જ ઘટનાસ્થળે પહોંચીને ઓપરેશન શરૂ કર્યું હતું અને સાંજે 8 વાગ્યા પહેલાં બે શખ્સોને કસ્ટડીમાં લીધા હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે ઓપરેશન હજી ચાલુ છે અને નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા અને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ જમીન પર પડેલી એક શિકારી રાઇફલની રક્ષા કરતા પણ જોવા મળ્યા હતા.
આ ઘટના પર ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે પ્રતિક્રિયા આપી હતી અને તેને "ઘૃણાસ્પદ આતંકવાદી હુમલો" ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સિડનીમાં તેમના ભાઈઓ અને બહેનો પર હનુક્કાની પ્રથમ મીણબત્તી પ્રગટાવવા બદલ ક્રૂર આતંકવાદીઓએ હુમલો કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર ક્રિસ મિન્સે આ અહેવાલોને "અત્યંત દુઃખદાયક" ગણાવ્યા હતા. પોલીસે હવે જાહેર કર્યું છે કે હુમલાખોરોને નિષ્ક્રિય કરી દેવાયા છે અને સક્રિય ખતરો નથી, પરંતુ લોકોને હજી પણ વિસ્તાર ટાળવાની સલાહ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?