આફ્રિકામાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવાયાં
સ્થાનિક લોકો અને વ્યાપારીઓ સરકાર પાસેથી તાત્કાલિક મદદની માંગ કરી

આફ્રિકામાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવાયાં

આફ્રિકામાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવાયાં
આફ્રિકા: મોઝામ્બિકના આફ્રિકાના શહેરમાં લૂંટની એક ઘટના સામે આવી છે, જેમાં ઘણા ગુજરાતી વેપારીઓ લૂંટાયા હોવાની માહિતી મળી છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામના વેપારીઓની દુકાનોમાં લૂંટફાટ કરવામાં આવી છે. હાલ આ વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. સ્થાનિક લોકો અને વ્યાપારીઓ સરકાર પાસેથી તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે.
મોઝામ્બિકમાં રહેતા કાવી ગામના ઈમરાન યાકુબ ભાઈજી, યાસીન સાલેહ, ઈનાયત માનુ અને સફરાજભાઈ સીતપોણ જેવા ગુજરાતી વ્યાપારીઓના સ્ટોર્સ પર લૂંટ થઈ છે. ઉપરાંત, આ લોકોના મોટા વેરહાઉસોમાં પણ લૂંટફાટ કરવામાં આવી અને તેને આગ લગાવી દેવામાં આવી. આ લૂંટફાટમાં અંદાજિત 20 કરોડ રૂપિયાથી વધુ રકમનું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, આ હિંસા અને લૂંટફાટ મોઝામ્બિકના સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને પગલે શરૂ થઈ હતી. 9 ઓક્ટોબરના ચૂંટણી પરિણામો બાદ, ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેના પર દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 21 લોકોનાં મોત થયા છે, જેમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 236 હિંસાત્મક ઘટના ઘટી છે, જેના પર અધિકારીઓએ જણાવ્યું છે. મોઝામ્બિકના ગૃહપ્રધાન પાસ્કોલ રોન્ડાએ જણાવ્યુ કે 9 ઓક્ટોબરના ચુકાદાને અનુરૂપ હિંસા અને લૂંટફાટનો માહોલ બનાવાઈ ગયો છે.
આ ઉપરાંત, મોઝામ્બિકની માપુટો સેન્ટ્રલ જેલમાંથી 6,000થી વધુ કેદીઓ ભાગી ગયા છે, જેમણે જેલના કનિરીઓ પર કાબૂ મેળવી AK-47 રાઇફલ્સ જપ્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?