લોસ એન્જલન્સમાં 50 અરબ ડોલરનો "લોસ", હવે લૂંટારા પણ સક્રિય
આખી રાત લોસ એન્જલસ એક ઝળહળતા અંગારા જેવું દેખાતું હતું અને સવાર સુધીમાં તે બળી ગયેલી ઇમારતો અને કાટમાળમાં ફેરવાઈ ગયું

લોસ એન્જલન્સમાં 50 અરબ ડોલરનો "લોસ", હવે લૂંટારા પણ સક્રિય

લોસ એન્જલન્સમાં 50 અરબ ડોલરનો "લોસ", હવે લૂંટારા પણ સક્રિય
અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. અમેરિકાનું પ્રશાસન આગ બુઝાવવા અને આગને કાબુમાં લેવા માટે ઝઝુમી રહ્યું છે પણ આગ કાબુમાં આવતી નથી. આગ હોલીવુડ સુધી પ્રસરી ગઇ છે. હોલીવુડ માટે પ્રખ્યાત શહેર લોસ એન્જલસમાં કરોડો રૂપિયાની કિંમતની ઇમારતો ભીષણ રીતે સળગી રહી છે. સરકાર અને વહીવટીતંત્રના આગ ઓલવવાના યુદ્ધ સ્તરના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આગને કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
એવો અંદાજ છે કે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગને કારણે અત્યાર સુધી 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. આગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ વધીને 7 થઈ ગઈ છે.
આગમાં 5 હજારથી વધુ ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. આખી રાત લોસ એન્જલસ એક ઝળહળતા અંગારા જેવું દેખાતું હતું અને સવાર સુધીમાં તે બળી ગયેલી ઇમારતો અને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, સૌથી મોટી આગ પેલિસેડ્સ જંગલમાં લાગી છે. આ આગને કારણે 20,000 એકરનો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે.
આગથી થયેલી તબાહી બાદ, હવે લૂંટારુઓ આ વિસ્તારમાં સક્રિય થઇ ગયા છે અને લૂંટફાટ ચલાવી રહ્યા છે. આગની સુનામીના કારણે પહેલાથી જ આઘાતમાં રહેલા લોસ એન્જલસના રહેવાસીઓ હવે લૂંટારાઓના ડરથી પોતાના ઘરની બહાર રાત વિતાવી રહ્યા છે, જેથી તેઓ ચોરો અને લૂંટારાઓથી પોતાના બાકી રહેલા સામાનનું રક્ષણ કરી શકે.
આગ ઓલવવા માટે 60 કંપનીઓ દિવસ-રાત કામ કરી રહી છે. હેલિકોપ્ટર અને વિમાન દ્વારા આગને કાબુમાં લેવા માટે આકાશમાંથી ફીણ અને પાણીનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. બચાવ અને પુનર્વસન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 2 લાખ લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.
લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે તેમના અધિકારીઓ ખોટા કામ કરનારાઓને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે દરમિયાન, લોકોની આકરી ટીકાનો સામનો કરી રહેલા લોસ એન્જલસના મેયર કરેન બાસે કહ્યું છે કે હાલમાં અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવા અને આગ ઓલવવાની છે. અમે નુકસાનનું મૂલ્યાંકન કરીશું અને પછીથી કારણ શોધીશું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?