લોસ એન્જલસ: ભીડ પર કાર ચઢાવતા 20 ઘાયલ,10 ગંભીર
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં કારચાલકે ભીડ પર કાર ચડાવતા 20 ઘાયલ,10 ગંભીર

એક ગ્રે કલરની કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી

એક ગ્રે કલરની કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી
અમેરિકાના કેલીફોર્નીયાના લોસ એન્જલસમાં એક કારચાલકે પોતાની કાર ભીડ પર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં થી 10 લોકોની હાલત ગંભીર હોવાની સામે આવી છે. આ અકસ્માત સ્થાની સમય પ્રમાણે 2 વાગ્યાની આસપાસ વેસ્ટ સાન્ટા મોનિકા બુલવાર્ડ પર થયો હતો. જેમાં એક મ્યુઝીક વેન્યુની નજીક છે.
લોસ એન્જલસ ફાયર ડીપાર્ટમેન્ટ ટીમ મીડિયા જોડે વાત કરતા જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પીટલમાં લઈ જવાનું કામ ચાલી રહ્યું છે. અધિકારીઓ દ્વારા હજુ સુધી પણ વાહન કે ડ્રાઈવરની ઓળખ થઈ નથી. આ અકસ્માત ઇરાદાપૂર્વક થયો હતો કે આકસ્મિકએ પણ સ્પષ્ટ થયું નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં અનેકો ફાયર ફાયટરની ગાડીઓ અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર જોવા મળ્યા હતા. રસ્તા પર એક ગ્રે કલરની કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. જેની આસપાસ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો હતો.
અકસ્માત પહેલાં એક મહિલાએ ગોળીબારનો અવાજ સાંભળ્યો :
અકસ્માત સમયે સ્થળ પર હાજર કેટલાક લોકોએ દ્વારા જાણવા મળ્યું હતું કે અચાનક એક ઝડપથી આવેલી કાર એક દમ થી ભીડમાં ઘુસી ગઈ હતી. જેના કારણે આ અરાજકતા ફેલાઈ હતી. LAFD અને પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. લોકોને ત્યાં ન જવા અપીલ કરી હતી.
એક મહિલાએ કહ્યું હતું, કે કાર ભીડમાં ઘુસી તેની પહેલા તેને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. અકસ્માત થયા બાદ ડ્રાઈવર કારમાં જ રહ્યો હતો. થોડી વારમાં સુરક્ષા ગાર્ડ્સે તેને પકડી લીધો હતો અને જમીન પર પછાડી દીધો હતો.
બે મહિના પહેલા બ્રિટનના લીવરપુલ શહેરમાં આવી જ ઘટના બની હતી. ત્યારે એક વ્યક્તિએ કારથી અનેક ફૂટબોલચાહકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 47 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.