લંડનમાં ટેક ઓફ પછી વિમાનમાં લાગી ભીષણ આગ, પાઈલટે કર્યું ઈમરજન્સી લેન્ડિંગ
લંડનમાં ટેક ઓફ બાદ વિમાનમાં ભીષણ આગ લાગી, પરંતુ પાઈલટની સૂઝબૂઝથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

લંડન પ્લેન ક્રેશ

લંડન પ્લેન ક્રેશ
લંડનમાં એક ભયાનક વિમાન દુર્ઘટના થઈ છે જ્યાં ટેક ઓફ કરતાની સાથે જ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનાથી એરપોર્ટ પર ભય અને અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, વિમાન ટેક ઓફ થતાની સાથે જ એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો, જેના થોડી જ સેકંડમાં આગ ભભૂકી ઉઠી હતી. પાઇલટે તરત જ ઇમરજન્સી લેડિંગનો નિર્ણય લીધો અને મોટી દુર્ઘટના ટળી હતી.
વિમાનમાં લાગેલી આગ અને ધુમાડા જોઈને એરપોર્ટ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તરત જ પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સારા સમાચાર એ છે કે, વિમાનમાં સવાર તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા અને કોઈ મોટી ઈજાની માહિતી હજુ સુધી સામે આવી નથી.
આ ઘટનાને પગલે સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત એરલાઇન કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાની પુનાવૃત્તિ ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવશે. કંપનીએ મુસાફરોને સંપૂર્ણ સહાય અને સહયોગ આપવાની ખાતરી આપી છે. હાલ આગ લાગવાની ચોક્કસ કારણો વિશે તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.