હવે અમે પાકિસ્તાને ચોરેલુ કાશ્મીર લેવાની રાહ જોઇ રહ્યા છીએ : જયશંકર
કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરતા જયશંકર

કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરતા જયશંકર

કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરતા જયશંકર
બ્રિટનમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની પત્રકારે પુછેલા પ્રશ્નનો વિદેશ મંત્રી એસ.જયશંકરે એવો જવાબ આપ્યો કે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ થઇ ગઇ હતી. એક પાકિસ્તાની પત્રકારે કાશ્મીર મુદ્દો ઉઠાવીને વિદેશ મંત્રીને ગભરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોદી સરકારના 'મિસાઇલ મંત્રી' જયશંકરે પત્રકારના પ્રશ્નના હુમલાનો મુદ્દો પાકિસ્તાન તરફ વાળ્યો. તે સમયે ચેથમ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી અને વિશ્વભરના પત્રકારો જયશંકરને પ્રશ્નો પૂછી રહ્યા હતા. ભારતીય મંત્રીએ ખૂબ જ સંયમિત રીતે પાકિસ્તાની પત્રકારને ચૂપ કરાવ્યો હતો.
જો તમે સોશિયલ મીડિયા પર શેર થતો વીડિયો જુઓ તો સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની પત્રકારનો ઈરાદો શું હતો? પત્રકારે પહેલેથી જ કહ્યું હતું કે મંત્રીશ્રી, હું તમને થોડો નર્વસ કરવા માંગુ છું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત શાંતિ કરારનો ઉલ્લેખ કરતા, પત્રકારે પૂછ્યું, શું પીએમ નરેન્દ્ર મોદી કાશ્મીર અંગે આવી શાંતિ સ્થાપિત કરવા માંગશે? તે કદાચ ટ્રમ્પ તરફથી મધ્યસ્થીનો સંકેત આપી રહ્યા હતા. નિસાર નામના આ વૃદ્ધ પાકિસ્તાની પત્રકારે દાવો કર્યો હતો કે, 'ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, તેથી જ તેઓ વિરોધ કરી રહ્યા છે.' ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિના પક્ષમાં છે, તો શું મોદી ટ્રમ્પ સાથેની મિત્રતાનો ઉપયોગ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કરશે? 70 લાખ કાશ્મીરીઓને કાબૂમાં રાખવા માટે ત્યાં 10 લાખ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
અંતે, પાકિસ્તાની પત્રકારે પૂછ્યું, તમે કાશ્મીર મુદ્દા વિશે શું કરવા જઈ રહ્યા છો? જયશંકરે આપેલો જવાબ આજે સમગ્ર પાકિસ્તાનમાં ગુંજતો હોવો જોઈએ. તેમણે પાકિસ્તાની પત્રકારને શાંત પાડતા નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, 'ખરેખર આપણે કાશ્મીરની મોટાભાગની સમસ્યાઓ હલ કરવા માટે કામ કર્યું છે. કલમ 70 એ પહેલું પગલું હતું, વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો, સામાજિક ન્યાય થયો અને ચૂંટણીઓ પણ યોજાઈ. હવે અમે કાશ્મીરનો જે ભાગ ચોરાઈ ગયો છે તે પાછો આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. જો તે પૂર્ણ થશે તો હું તમને ખાતરી આપું છું કે કાશ્મીરને લગતી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે.
ઉલ્લેખનિય છે કે જયશંકર મુળ તો એક રાજદ્વારી હતા અને હવે નેતા હોવા છતાં તેઓ એક કુશળ વ્યૂહરચનાકાર છે. તે તીક્ષ્ણ પ્રશ્નો પર પણ ગુસ્સે થતા નથી પણ તે જ રીતે બારીકાઈથી જવાબ આપે છે. તાજેતરના વર્ષોમાં, કાશ્મીર, યુક્રેન અને રશિયા જેવા વિવિધ મુદ્દાઓ પર તેમને આંતરરાષ્ટ્રીય મંચ પર ઘેરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ દરેક વખતે તેઓ તેમના વિરોધીઓના ચક્રવ્યૂહને તોડવામાં સફળ રહ્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?