IPL 2026 : કેમરન ગ્રીન અને પ્રશાંત વીર પર ધનવર્ષા
અબુધાબીમાં યોજાયેલી હરાજીમાં કેમરન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી

IPL 2026 ઓક્શન

IPL 2026 ઓક્શન
અબુધાબીમાં આઈપીએલ 2026નું મિની ઓક્શન :
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે અબુધાબી ખાતે ખેલાડીઓની રોમાંચક હરાજી યોજાઈ હતી. આ ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓમાંથી 77 સ્લોટ ભરવા માટે તમામ 10 ટીમોએ વ્યૂહાત્મક બોલી લગાવી હતી. આ વખતે હરાજીમાં અનુભવી સ્ટાર્સ કરતા યુવા અને અનકેપ્ડ ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો.
કેમરન ગ્રીન પર રેકોર્ડબ્રેક બોલી :
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન આ હરાજીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી સાબિત થયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને 25.20 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. જોકે, નિયમ મુજબ તેને 18 કરોડ રૂપિયા મળશે અને બાકીની રકમ બીસીસીઆઈના વેલ્ફેર ફંડમાં જશે. આ સાથે ગ્રીન આઈપીએલ ઇતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કેકેઆર પાસે સૌથી વધુ રકમ હોવાથી તેમણે મથીશા પથિરાનાને પણ 18 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
CSK એ યુવા ખેલાડીઓ પર લગાવ્યો દાવ :
ચેન્નઈ સુપર કિંગ્સે ભવિષ્યની ટીમ તૈયાર કરવા માટે પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર 14.2-14.2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પ્રશાંત વીર રવિન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે ડાબોડી ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે, જ્યારે કાર્તિક શર્માને ધોની જેવા ફિનિશર તરીકે તૈયાર કરવામાં આવી શકે છે. આ બંને ખેલાડીઓ આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયર્સ બન્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના આકીબ દારને 8.4 કરોડમાં ખરીદીને સૌને ચોંકાવી દીધા છે.
સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ :
આ હરાજીમાં કેટલાક મોટા નામોને ખરીદવામાં કોઈ ટીમે રસ દાખવ્યો નથી. પૃથ્વી શૉ, સરફરાઝ ખાન અને ન્યુઝીલેન્ડનો સ્ટાર રચિન રવિન્દ્ર અનસોલ્ડ રહ્યા છે. ફાસ્ટ બોલરોમાં આકાશ દીપ, શિવમ માવી અને મેટ હેનરી પર પણ કોઈ બોલી લાગી ન હતી. બીજી તરફ, રવિ બિશ્નોઈને રાજસ્થાન રોયલ્સે 7.20 કરોડમાં અને વેંકટેશ ઐયરને આરસીબીએ 7 કરોડમાં ખરીદ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?