અમેરિકા વિઝા અને રોકાણના નવા નિયમોની જાણકારી
અમેરિકામાં રોકાણની મર્યાદા વિઝા નહીં પણ I-94 ફોર્મ નક્કી કરશે

વિઝા રોકાણ નિયમો

વિઝા રોકાણ નિયમો
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશનના નિયમોમાં કરવામાં આવી રહેલી કડકાઈ વચ્ચે ભારતીય દૂતાવાસે અમેરિકા જનારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે અમેરિકામાં કોઈ પણ વિદેશી નાગરિક કેટલા દિવસ રોકાઈ શકશે, તેનો નિર્ણય વિઝાની છેલ્લી તારીખને આધારે લેવામાં આવતો નથી
રોકાણની મર્યાદા કોણ નક્કી કરે છે?
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું કે, અમેરિકામાં પ્રવેશતા સમયે મુસાફરના રોકાવાની સમયમર્યાદા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. વિઝા કેટલા સમય માટે માન્ય છે તે અલગ બાબત છે, પરંતુ પ્રત્યક્ષ રોકાણ માટે CBP અધિકારીઓની મંજૂરી અનિવાર્ય છે.
I-94 ફોર્મનું મહત્વ :
અમેરિકામાં રોકાણની અધિકૃત તારીખ જાણવા માટે મુસાફરોએ પોતાના I-94 ફોર્મની ચકાસણી કરવી જરૂરી છે. આ ફોર્મમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે મુસાફરને કેટલા સમય સુધી ત્યાં રહેવાની પરવાનગી મળી છે. સામાન્ય રીતે હવાઈ અથવા દરિયાઈ માર્ગે આવતા મુસાફરોને ઇલેક્ટ્રોનિક I-94 ફોર્મ ઓટોમેટિક મળી જાય છે, જ્યારે જમીની માર્ગે આવતા લોકોએ તેના માટે અલગથી અરજી કરવી પડી શકે છે.
નોંધનીય છે કે ઇમિગ્રન્ટ વિઝા ધરાવતા લોકોને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલમાં અમેરિકાએ સુરક્ષાના કારણોસર અફઘાનિસ્તાન અને સીરિયા સહિત 19 દેશોના નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે, જેની વચ્ચે આ સ્પષ્ટતા ખૂબ મહત્વની માનવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?