ભારતીય નૌકાદળમાં અત્યાધુનિક જહાજ INS ‘અર્ણાલા’નો સમાવેશઃ સમુદ્રી શક્તિમાં વધારો
'અર્ણાલા' ભારતીય નૌકાદળનું પહેલું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ 46 કિલોમીટર ઝડપે ચાલશે

80 ટકા સ્વદેશી અને 55 MSMEના યોગદાનથી બનેલું 'અર્ણાલા' જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતિક

80 ટકા સ્વદેશી અને 55 MSMEના યોગદાનથી બનેલું 'અર્ણાલા' જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતિક
ભારતીય નૌકાદળમાં આજે (18 જૂન) સૌપ્રથમ એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ 'અર્ણાલા' સામેલ કરવામાં આવ્યું છે. વિશાખાપટ્ટનમના નૌકાદળના ડોકયાર્ડમાં યોજાયેલા સમારોહમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણની ઉપસ્થિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 80 ટકા સ્વદેશી અને 55 MSMEના યોગદાનથી બનેલું 'અર્ણાલા' જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતિક બની ગયુ છે. 'અર્ણાલા' ના સમાવેશથી ભારતની સમુદ્રી શક્તિમાં વધારો થયો છે.
INS ‘અર્ણાલા’ ની વિશેષતા શું છે?
INS ‘અર્ણાલા’ ભારતીય નૌકાદળનું પહેલું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ છે. જે ASW-SWC જહાજોની શ્રૃંખલાનો એક ભાગ છે. આ જહાજને કોલકાતાની ગાર્ડીન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) અને L&P શિપ બિલ્ડર્સે સંયુક્ત રીતે બનાવ્યું છે. તેની લંબાઈ 77 મીટર, વજન 1490 ટનથી વધુ છે. તેના એન્જિનમાં ડીઝલ એન્જિન અને વૉટરજેટનું અનોખું મિશ્રણ કરાયું છે. જે ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ બને છે. આ કૉર્વેટ શ્રેણીનું યુદ્ધ જહાજ છે. જે મહત્તમ 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે. 8 મે 2025 ના રોજ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. આ જહાજનો 80 ટકાથી વધુ ભાગ ભારતમાં બન્યો છે. મહારાષ્ટ્રના વસઈ પાસે ઐતિહાસિક અર્ણાલા કિલ્લાના નામ ઉપરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. વર્ષ 1737માં મરાઠાઓએ બનાવેલો કિલ્લો દુશ્મનોથી રક્ષા કરે છે. તેવી જ રીતે INS ‘અર્ણાલા’ સમુદ્રમાં ભારતની સીમાઓની રક્ષા કરશે.
INS ‘અર્ણાલા’ લાગેલી તોપની રેન્જ 3300 કિલોમીટર
INS ‘અર્ણાલા’ને દરિયાકાંઠાના વિસ્તારોમાં સબમરીનને જાણ કરવા અને દુશ્મનો સામે લડવા માટે બનાવવામાં આવ્યું છે. એન્ટી સબમરીન ઓપરેશન અંતર્ગત સબમરીનને જાણ કરીને ખતમ કરવાની ક્ષમતા છે. સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તૈયાર રહેશે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), L&T, મહિન્દ્રા ડિફેન્સ અને MEIL જેવી ભારતીય કંપનીના હથિયાર અને સેન્સર લાગેલા છે. મજબૂત હલેસા સાથે INS ‘અર્ણાલા’ દરિયાના પડકારોનો સામનો કરી શકશે. આધુનિક તોપ અને સેન્સર સાથે જૂના કિલ્લાની તોપની જેમ કામ કરશે. તોપની રેન્જ 3300 કિલોમીટર છે. યુદ્ધ જહાજ પર 7 અધિકારીઓ સહિત 57 નૌસૈનિક તૈનાત રહી શકશે. ASW કૉમ્બેટ સુઇટ લાગેલું છે. જે દુશ્મનના હુમલાનો સામનો કરવા માટે હથિયાર તૈયાર કરશે અને તેના પર નજર રાખશે. જહાજ પર ચાર પ્રકારની મેનેજમેન્ટ સિસ્ટમ યુદ્ધના સમયે યુદ્ધ જહાજને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
INS ‘અર્ણાલા’ પર એક RBU-6000 એન્ટી સબમરીન રૉકેટ લોન્ચર લાગેલું છે. જે 213 મિલિમીટરની એન્ટી-સબમરીન રૉકેટ સિસ્ટમ દુશ્મનની સબમરીન પર તાબડતોડ રોકેટ ફાયરિંગ કરે છે. આ ઉપરાંત તેના પર 6 હળવા વજનવાળા ASW ટૉરપીડો લગાવવામાં આવશે. જ્યારે એન્ટી-સબમરીન લેન્ડમાઇન પણ હશે. અર્ણાલા પર 30 મિલિમીટરની એક CRN-91 નેવલ ગન હશે. તે ઓટોમેટિક ગન છે. જે દર મિનિટે 550 ગોળીઓ ફાયર કરી શકે છે. જેથી દુશ્મનના જહાજને તોડી શકાય. તેની રેન્જ 4 કિલોમીટર છે. આ ઉપરાંત 2 ઓએફટી 12.7 મિલિમીટર એમ2 સ્ટેબ્લાઇઝ્ડ રિમોટ કંટ્રોલ્ડ ગન લાગેલી હશે. INS ‘અર્ણાલા’ ભારતીય નૌકાદળનું વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમ સાથેનું સૌથી મોટું યુદ્ધ જહાજ હશે.
INS ‘અર્ણાલા’ પ્રતિક અને ડિઝાઇન
અર્ણાલાનું પ્રતીક ચિન્હ ખૂબ જ ખાસ છે. તેની ડિઝાઇન વાદળી રંગના બેક ગ્રાઉન્ડ પર એક ઑગર શેલ, જે શક્તિ અને સટીકતાનું પ્રતીક છે. આ શેલ સમુદ્રના પડકારોમાં જીવિત રહેવાની શક્તિ આપે છે. નીચે દેવનાગરી લિપિમાં ‘અર્ણાલા’ લખેલું છે. 'અર્ણવે શૌર્યમ્' (સમુદ્રમાં શૌર્ય) સ્લોગન લખવામાં આવ્યુ છે. જે જહાજનું સાહસ અને શક્તિ દર્શાવે છે. ઑગર શેલની જેમ અર્ણાલા પણ સમુદ્રમાં મજબૂત, સતર્ક અને દુશ્મનો પર સટીક હુમલો કરવામાં સક્ષમ છે. ‘અર્ણાલા’નું નામ મહારાષ્ટ્રના અર્ણાલા કિલ્લા પરથી પાડવામાં આવ્યું છે. અર્ણાલા કિલ્લો 1737માં મરાઠા નેતા ચિમાજી અપ્પાએ બનાવ્યો હતો. મહારાષ્ટ્રના વસઇથી 13 કિમી વૈતરણા નદીના કાંઠે આવેલાં કિલ્લાએ દુશ્મનોના અનેક હુમલાનો સામનો કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?