ઇન્ડોનેશિયા: ક્રુઝમાં આગ, લોકોની દરિયામાં છલાંગ
લગભગ 280 મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા

આગથી બચવા ક્રુઝમાં લોકોની ભાગદોડ

આગથી બચવા ક્રુઝમાં લોકોની ભાગદોડ
રવિવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં તાલિસે ટાપુ નજીક KM બાર્સેલોના VA નામના ક્રૂઝમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક ઘટનામાં, લગભગ 280 મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદકો મારવો પડ્યો હતો. સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થયેલી આગએ જહાજના નીચલા ડેક પરથી ઝડપથી આખા ક્રૂઝને પોતાની લપેટમાં લઈ લીધું હતું.
ઉત્તર સુલાવેસીના શોધ અને બચાવ કાર્યાલયના વરિષ્ઠ અધિકારી વેરી એરિયાન્ટોએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 150 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 130 મુસાફરો હજુ પણ ગુમ છે. રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રણ બચાવ જહાજો, KM બાર્સેલોના III, KM વેનેશિયન અને KM કેન્ટિકા લેસ્ટારી 9F, ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
મુસાફર અબ્દુલ રહેમાદ આગુએ ફેસબુક લાઈવ દ્વારા અકસ્માતનું હૃદયદ્રાવક દ્રશ્ય શેર કર્યું. 28 મિનિટના આ લાઈવ પ્રસારણમાં તેમણે કહ્યું, "KM બાર્સેલોના V માં આગ લાગી છે. જહાજમાં હજુ પણ ઘણા લોકો છે. અમને તાત્કાલિક મદદની જરૂર છે." વીડિયોમાં, મુસાફરો નારંગી લાઈફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદતા અને મદદ માટે બૂમો પાડતા જોવા મળ્યા. કેટલાક મુસાફરોએ બાળકોને હાથમાં લઈને જહાજમાં રહેવાનો પ્રયાસ કર્યો.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. ક્રુઝ તલાઉદ ટાપુથી માનાડો શહેર તરફ જઈ રહ્યું હતું અને માનાડો બંદર પર રોકાવાનું હતું. સ્થાનિક માછીમારો અને નજીકની બોટોએ પણ બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં આકાશમાં કાળા ધુમાડા છવાયેલા જોવા મળે છે અને મુસાફરો ગભરાટમાં લાઇફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદી રહ્યા છે. કેટલાક વીડિયોમાં, મુસાફરો મોબાઇલ ફોન પર મદદ માટે ફોન કરતા પણ જોવા મળ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.