મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, બાળકો સહિત 10ના મોત
પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ 45 વર્ષીય એકો માર્ટિનોવિચ તરીકે કરી

મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, બાળકો સહિત 10ના મોત

મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, બાળકો સહિત 10ના મોત
યુરોપિયન દેશ થી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. મોન્ટેનેગ્રોના સેટિનજેમાં બુધવારે બનેલી ગોળીબારની ઘટનામાં બે બાળકો સહિત 10 લોકોના મૃત્યુથયા છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ 45 વર્ષીય એકો માર્ટિનોવિચ તરીકે કરી છે, હાલમાં આ આરોપી ફરાર છે જેની શોધખોળ કરાઇ રહી છે.
મળેલી માહિતી મુજબ એકો માર્ટિનોવિકે સેટિનજેમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બાર માલિક, તેના બાળકો અને આરોપીના કેટલાક સંબંધીઓ માર્યા ગયા હતા. ગોળીબાર પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા માટે સ્પેશિયલ ફોર્સ તૈયાર કરી છે.
પ્રધાનમંત્રી મિલોજકો સ્પાજિકે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને તેમણે દેશમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ઘટનાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે.' આ ઉપરાંત મોન્ટેનેગ્રિનના પ્રમુખ જેકોવ મિલાટોવિચે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. ફાયરિંગની ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?