પાકિસ્તાનના 4 એરબેઝ અને લોન્ચ પેડ તબાહ, ભારતીય સેના આક્રમક
ભારતે મિસાઇલ-ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપ્યો

ભારતે મિસાઇલ-ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપ્યો

ભારતે મિસાઇલ-ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપ્યો
ભારતે પાકિસ્તાનના મિસાઇલ હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન પર મિસાઇલ છોડીને દુશ્મન દેશના 4 એરબેઝનો નાશ કર્યો છે. એક લોન્ચ પેડ પણ તોડી પાડવામાં આવ્યું છે. ભારતીય મિસાઇલ હુમલાથી રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, મુરીદ એરબેઝ ચકવાલ અને આદમપુર એરબેઝ પંજાબ પ્રાંત, રફીકી એરબેઝ શારકોટને નુકસાન થયું છે.
એવું કહેવાય છે કે જ્યાંથી 4 લોન્ચ પેડ નાશ પામ્યા ત્યાંથી ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા હતા. ભારતના મિસાઇલ હુમલા બાદ, વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે ભારતે 4 એરબેઝનો નાશ કર્યો છે
પાકિસ્તાનમાં નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ની એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે તેવી ચર્ચા છે.
તમને જણાવી દઈએ કે નેશનલ કમાન્ડ ઓથોરિટી પાકિસ્તાનની સૌથી મોટી સંસ્થા છે. આ સંગઠન દેશના પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, નિયંત્રણ, સુરક્ષા અને ઉપયોગની જવાબદારી ધરાવે છે. આ સંગઠનની સ્થાપના વર્ષ 2000 માં કરવામાં આવી હતી. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો કે નહીં તે નિર્ણય સંગઠન સાથે પરામર્શ કર્યા પછી જ લઈ શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?