રશિયા-ઈરાન પાસેથી ભારત હવે ક્રૂડ નહી ખરીદી શકે
રશિયા-ઈરાનથી સસ્તું તેલ ખરીદી પર અમેરિકાના પ્રતિબંધ બાદ ભારતમાં ઈંધણ ભાવ વધારાની આશંકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઈલ તસવીર
અમેરિકાના નવા નિર્ણયને કારણે ભારત માટે સસ્તા ક્રૂડ ઓઈલનો પુરવઠો અસરગ્રસ્ત થવાની શક્યતા ઉભી થઈ છે. રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટછાટ હવે સમાપ્ત થઈ જતા ભારતને મોંઘા વિકલ્પો તરફ વળવું પડી શકે છે.
આ નિર્ણય બાદ ભારતની નિર્ભરતા ખાડી દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ પર વધશે, જેના કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. પુરવઠામાં ઘટાડો અને ખર્ચમાં વધારો સામાન્ય જનતા અને ઉદ્યોગો પર સીધી અસર કરી શકે છે.
અમેરિકાએ અગાઉ વૈશ્વિક બજારમાં ઓઈલની અછત દૂર કરવા માટે સમયમર્યાદિત છૂટછાટ આપી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. રશિયન ઓઈલ માટેની છૂટ 11 એપ્રિલ 2026એ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે ઈરાન માટેની છૂટ પણ ટૂંક સમયમાં બંધ થવાની છે. આ પગલાં પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય દબાણ માનવામાં આવે છે.
આ સમયગાળામાં ભારતે રશિયા પાસેથી મોટી માત્રામાં સસ્તું તેલ ખરીદ્યું હતું, જેનાથી ઊર્જા ખર્ચ ઘટાડવામાં મદદ મળી હતી. હવે આ માર્ગ બંધ થતા ભારતીય રિફાઈનરીઓને વધુ ખર્ચાળ સ્ત્રોતો તરફ વળવું પડશે.
પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત વિકલ્પ રૂપે અન્ય દેશો સાથે વેપાર વધારવા અથવા રૂપિયા-રૂબલ જેવી વૈકલ્પિક ચુકવણી પદ્ધતિઓ પર વિચાર કરી શકે છે. જોકે, આ વિકલ્પો અમલમાં મૂકવા માટે સમય અને વ્યૂહરચનાની જરૂર પડશે.
આ બદલાવનો સીધો અસર દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય નાગરિકોના ખર્ચ પર જોવા મળી શકે છે, ખાસ કરીને ઈંધણના ભાવમાં વધારો નોંધાઈ શકે છે.
શું છે અમેરિકાનો નવો નિર્ણય?
અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.
ભારત પર તેની શું અસર થશે?
ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું. પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂ કરી હતી. રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે. જ્યારે ઈરાન માટેની આ છૂટ 19 એપ્રિલ ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો